ઉધનાની 12 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવાન ભગાડી ગયો

– કિશોરીએ ભાઈને ફોન કરી કહ્યું હવે હું રીયાઝ સાથે છું, તેની સાથે જ લગ્ન કરવાની છું

– કિશોરીની સંબંધી સાથે યુવાનના ચાર માસ પહેલા ડિવોર્સ થયા છે

સુરત, : સુરતના ઉધના સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી 12 વર્ષની કિશોરીને લાજપોરમાં રહેતો વિધર્મી યુવાન લગ્નની લાલચ આપી ભગાવી જતા ઉધના પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના વિસ્તારની સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી અને કેટરીંગમાં નોકરી કરતી આધેડ મહિલાએ પ્રથમ પતિના અવસાન બાદ પ્રેમલગ્ન કર્યા હતા. બીજા લગ્ન થકી જન્મેલી અને ધો.7 સુધી અભ્યાસ કરનાર 12 વર્ષની પુત્રી રીમા ( નામ બદલ્યું છે ) ગત ગુરુવારે સાંજે ઘરેથી શાકભાજી ખરીદવા ગઈ હતી. પણ તે પરત નહીં ફરતા મહિલા અને તેના પુત્રએ તેની શોધખોળ કરી હતી પણ તે મળી નહોતી. દરમિયાન, ગત સવારે 10.45 કલાકે મહિલાના પુત્રના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તે ફોન રીમાનો હતો. રીમાએ કહ્યું હતું કે હું રીયાઝ સાથે છું અને તેની સાથે લગ્ન કરવાની છું, ઘરે પરત આવીશ નહીં. મહિલાના પુત્રએ રીયાઝ સાથે વાત કરી રીમાને પરત મૂકી જવા કહ્યું હતું. પણ રીયાઝે ના પાડી ફોન કાપી નાખ્યો હતો.

રીમાને ભગાવી જનાર રીયાઝ શબ્બીર શેખ ( રહે. ફારૂખ કોલોની ખોલી, જુમ્મા મસ્જીદની સામે, લાજપોર ગામ, સચીન, સુરત ) એ મહિલાની સંબંધી અને મહોલ્લામાં જ રહેતી મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પણ ચાર માસ અગાઉ જ તેની સાથે છૂટાછેડા લીધા હતા. મહિલા અને તેના પુત્રએ રીયાઝની તપાસ કરી તો તે પણ હાજર નહોતો.આથી તે જ રીમાને લગ્નની લાલચ આપી ભગાવી ગયો હોવાની ફરિયાદ મહિલાએ આજરોજ ઉધના પોલીસ મથકમાં નોંધાવતા પીએસઆઈ એ.પી.કોળીએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s