ઉધના મગદલ્લા રોડ પર કારના શોરૂમમાં લાગેલી આગમાં ત્રણ કાર ઝપેટમાં આવી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર

ઉધના મગદલ્લા રોડ પર આવેલા નવજીવન હ્યુંડાઈ કારના શો – રૂમમાં એસેસરી સર્વિસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે આગની ઝપેટમાં ત્રણ કાર આવી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ પર દેવચંદ નગર પાસે શિવા આશિષ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં નવજીવન હ્યુંડાઈ કારના શોરૂમ આવેલો છે ત્યાં શુક્રવારે રાત્રે એસેસરી સર્વિસ સેન્ટરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી. આ અંગે કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર જે.જે ઈસરાની અને ફાયરજવાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ ઉગ્ર બનતા ત્યાં માન દરવાજા, નવસારી બજાર, ડુંભાલ અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી પહોંચી ગઈ હતી અને ત્યાં સતત પાણીનો મારો ચલાવી પોણો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ દુર્ઘટનામાં બે કાર બળી ગઈ હતી અને એક કાર આગની ઝાળ લાગતા આવતાં નુકસાન થયું હતું. જોકે સમયસર આપ પર કાબુ મેળવી લેતા પાંચથી છ કાર સહિતના સાધન સામગ્રીઓ બચાવી લીધી હતી. આ ઉપરાંત આગને લીધે વાયરીંગ, ફર્નિચર, એસેસરી સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s