સ્કૂલોમાં કોરોના ફેલાતા SMC અને DEO આચાર્યો સાથે બેઠક કરશે

– રાંદેર, પુણા, સિટીલાઇની તમામ સ્કૂલોના આચાર્યોને ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા તાકીદ
કરાશે

        સુરત

સુરત
શહેરની સ્કુલોમાં કોરોનાના કેસો વધવાની સાથે જ નવા વાયરસને લઇને તકેદારી રાખવા માટે
આગામી સોમવારથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી અને પાલિકાની ટીમ દ્વારા ત્રણ દિવસ આચાર્યો
સાથે ખાસ બેઠક કરીને સુચનો આપવામાં આવશે.

<

p class=”12News”>સુરત શહેરની
સ્કુલોમાં ધોરણ ૧ થી ૧૨ વર્ગો શરૃ થયા બાદ સ્કુલોમાં કોરોનાના કેસોને લઇને પાલિકા દ્વારા
ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં ગત દિવસોમાં બે સ્કુલોના વિદ્યાર્થીઓ કોરોના
પોઝીટીવ આવતા સ્કુલો બંધ કરાવી દેવાઇ હતી. સ્કુલોમાં કોરોનાના કેસો વધતા જોઇને સુરત
જિલ્લા શિક્ષણાધિકારી અને પાલિકાના ડેપ્યુટી કમિશ્નરની એક ટીમ દ્વારા સોમવારથી  ત્રણ દિવસ રાંદેર
, સીટીલાઇટ, પુણા આ ત્રણ વિસ્તારમાં તમામ સ્કુલોના આચાર્યો સાથે બેઠક કરશે. અને બેઠકમાં
કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે કેવી રીતે પાલન કરવુ. વિદ્યાર્થીઓ ભેગા નહીં થાય
,
નાસ્તો કરવા સાથે બેસે નહીં, વિદ્યાર્થી બિમાર
હોય તો સ્કુલે નહીં મોકલવા
, શરદી-ખાસી તાવ હોય તો તુરંત પાલિકાની
ટીમે જાણ કરવા સહિતની તમામ નાનામાં નાની બાબતોને લઇને આચાર્યોને સુચના આપીને પાલન કરવા
માટે આદેશ કરાશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s