નર્મદ યુનિ.ની પરીક્ષા ઓનલાઇન લેવાનો હઠાગ્રહ છોડી ઓફલાઇન લ્યો

– ઓફલાઇન
શિક્ષણ શરૃ થઇ જ ગયેલું છે
: સોફ્ટવેરના છબરડાઓ બાદ વિદ્યાર્થીઓમાં અકળામણ

        સુરત

નર્મદ
યુનિવર્સિટીમાં લેવાઇ રહેલી ઓનલાઇન પરીક્ષામાં સોફટવેરના છબરડાઓ પર છબરડાઓના કારણે
પરીક્ષાને લઇને વિશ્વસનીયતના પ્રશ્નો ઉઠતા ઓનલાઇન પરીક્ષા બંધ કરીને વિદ્યાર્થીઓના
હિતમાં ઓફલાઇન પરીક્ષા લેવાની માંગ ઉઠી રહી છે.

નર્મદ
યુનિવર્સિટી દ્વારા કોરોનાની સ્થિતિને લઇને વિદ્યાર્થીઓ ઘર બેઠા પરીક્ષા આપી શકે
તે માટે ઓનલાઇન પરીક્ષા લેવાનું શરૃ કર્યુ હતુ. આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે કારગત
પણ નિવડી હતી. અને વિદ્યાર્થીઓ સહેલાઇથી પરીક્ષા આપી શકતા હતા. દરમ્યાન કોરોનાના
કેસો ઘટી જતા સ્કુલ
, કોલેજો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે પણ નર્મદ યુનિવર્સિટી ઓફલાઇન
પરીક્ષા લેવાના બદલે ઓનલાઇન જ પરીક્ષા લઇ રહી છે. આ અંગે સેનેટ સભ્ય ભાવેશ રબારી
જણાવે છે કે કોરોનાકાળમાં ઓનલાઇન પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં હતી. પરંતુ હવે તો
કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ થઇ ગયુ છે. અને વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે.
ત્યારે પરીક્ષા ઓફલાઇન જ લેવાવી જોઇએ. જેના કારણે વિદ્યાર્થીઓ કોરોનામાં જે
લખવાનું ભુલી ગયા હતા.  તે ઓફલાઇન પરીક્ષા
લેવાથી ફાયદો થશે. સૌથી મહત્વની બાબત તો સોફટવેરની વિશ્વસનીયતાને લઇને છે. જો
વિદ્યાર્થીઓના ૫૦ માંથી ૭૫ માર્કસ આપી દેવાતા હોય તો બીજા વિદ્યાર્થીઓના માર્કસને
લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.વધુમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા
લેતી નથી.આથી યુનિવર્સિટીના સતાધીશોએ હઠાગ્રહ છોડીને ઓફલાઇન પરીક્ષા લેવી જોઇએની
જોરશોરથી માંગ ઉઠી હતી.

આચાર્યો, અધ્યાપકો, પેપર સેટરો ઓનલાઇન પરીક્ષાથી નારાજ છે

<

p class=”12News”>નર્મદ
યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઇન પરીક્ષા લેવાઇ રહી છે.તેને લઇને માત્ર આચાર્યો જ
નહીં
, પરંતુ પ્રોફેસરો, પેપર સેટરો પણ અંદરખાનેથી નારાજ
હોવાનું  જાણવા મળ્યુ છે. પેપર સેટરોને
પેપર તૈયાર કરવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ હાલ કોઇ પણ વિરુદ્વમાં બોલવા
તૈયાર નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s