પાંડેસરાની 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં ચુકાદો તા.10 ડિસેમ્બરે


s

સુરત

આરોપી દિનેશ બૈસાણે વડાપાઉંની લાલચ આપી ઉપાડી ગયો હતોઃ સ્પીડી ટ્રાયલમાં ૪૫ સાક્ષી તપાસાયા, સરકાર-બચાવપક્ષની દલીલો પુર્ણ


પાંડેસરા
વિસ્તારની 10 વર્ષીય બાળકીને વડા પાઉં ખવડાવવાની લાલચ આપી ઉપાડી જઈને ઉધના બીઆરસી
કમ્પાઉન્ડની ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા આરોપી
દિનેશ બૈસાણે વિરુધ્ધના કેસની સ્પીડી ટ્રાયલ આજે પુરી થતાં કોર્ટે ચુકાદો આગામી
તા.10મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.

પાંડેસરા
વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-202ના રોજ પોતાના મોટા બાપાના ઘરની
બહાર એકલી રમતી હતી.ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણે તેને વડા પાઉં ખવડાવવાની લાલચ
આપીને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ
લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો. અને દુષ્કર્મ કરવા
પ્રયાસ કર્યો હતો. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લેતા
આરોપીએ ઉશ્કેરાઇને બાળાના માથા પર ઇંટના ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળાના વાલીએ
આરોપી સામે અપહરણ
, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

હાલમાં
જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ ગણતરીના દિવસોમાં ચાર્જશીટ રજૂ કરાયું
હતું. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ
, ઈન્કવેસ્ટ પંચનામાના
સાક્ષી
, સીસીટીવી ફુટેજ અંગે એફએસએલ, તબીબી
સાક્ષીઓ
,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ
સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી
વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીઓની સરતપાસ તથા બચાવપક્ષે ઉલટ તપાસની કાર્યવાહી પુરી કરી હતી. જેેથી કોર્ટે
આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધના પોક્સો કેસનો સંભવિત ચુકાદો આગામી તા.10 મી ડીસેમ્બર
સુધી મુલત્વી રાખ્યો છે.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s