22 વર્ષની નર્સની ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી 17 વર્ષના તરુણે બિભત્સ મેસેજ કર્યા


– નેગેટીવ કોમેન્ટનો બદલો લેવા ટીનએજરની કરતૂત

– વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા તરુણના વિડીયોમાં નર્સે નેગેટીવ કોમેન્ટ કરતા બદલો લેવા જતા જેલની હવા ખાવી પડી

સુરત, : સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી અને ઉધના વિસ્તારની એક હોસ્પિટલમાં નોકરી કરતી 22 વર્ષની નર્સનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ મેસેજ કરનાર 17 વર્ષના બેકાર તરુણની સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અટકાયત કર્યા બાદ જામીન મુક્ત કર્યો હતો. વિવિધ વિડીયો બનાવી જુદાજુદા સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા તરુણે મુકેલા એક વિડીયોમાં નર્સે નેગેટીવ કોમેન્ટ કરતા તરુણે તેનું ફેક આઈડી બનાવી બદલો લીધો હતો.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી 22 વર્ષની માયા ( નામ બદલ્યું છે ) છેલ્લા ચાર વર્ષથી ઉધના વિસ્તારની એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. થોડા સમય અગાઉ તેની ફ્રેન્ડે જૂનો મિત્ર આકાશ નંબર માંગે છે તેવું કહેતા માયાએ આકાશનો નંબર માંગી વાત કરી તો આકાશે પૂછ્યું હતું કે તું તારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તારો ફોટો મૂકી બિભત્સ લખાણ કેમ મૂકે છે? માયાએ આવું કોઈ એકાઉન્ટ બનાવ્યું ન હોય તે એકાઉન્ટની વિગતો મેળવી મેસેજ કરતા તે એકાઉન્ટ ધારકે બિભત્સ વાત કરી અશ્લીલ ફોટા મોકલ્યા હતા.આથી માયાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ગુનો નોંધી મોડીરાત્રે 17 વર્ષના બેકાર તરુણની અટકાયત કરી બાદમાં જામીન મુક્ત કર્યો હતો.

પોલીસની પુછપરછમાં તરુણે જણાવ્યું હતું કે તે વિવિધ વિડીયો બનાવી જુદાજુદા સોશ્યલ મીડિયામાં અપલોડ કરે છે. આવા જ એક વિડીયોમાં માયાએ નેગેટીવ કોમેન્ટ કરતા તેને ગુસ્સો આવ્યો હતો પણ તેનો બદલો લેવા તેણે માયાનું ફેક આઈડી બનાવી બિભત્સ મેસેજ કરી ફોટા મુક્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s