ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં વધુ એક ઝડપાયો

– સ્પા સંચાલક અને થાઇલેન્ડની યુવતીનો સંર્પક કરાવ્યો હતોઃ કુટણખાનામાં દલાલની ભુમિકા હતી

સુરત
ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી થાઇલેન્ડની યુવતીઓની મદદથી સ્પાની આડમાં પીપલોદના ઇસ્કોન મોલમાંથી પાંચ દિવસ અગાઉ ઝડપાયેલા કુટણખાનામાં સ્પા સંચાલક સાથે યુવતીઓનો સંર્પક કરાવનાર વોન્ટેડ દલાલને ઉમરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાંચના મિસિંગ સેલે અઠવાડીયા અગાઉ પીપલોદના ઇસ્કોન મોલના બીજા માળે સ્પર્શ સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડી ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી ચાર યુવતી સહિત પાંચને દેહ વ્યાપાર કરતા સંચાલક પ્રગ્નેશ કંથારીયા અને મેનેજર ઉપરાંત બે ગ્રાહકોની ધરપકડ કરી રોકડ, મોબાઇલ ફોન અને કોન્ડોમ વિગેરે મળી રૂ. 46 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી થાઇલેન્ડની યુવતીઓની પુછપરછમાં સ્પા સંચાલક પ્રગ્નેશ કંથારીયા સાથે વિજય નામના દલાલે સંર્પક કરાવ્યો હોવાનું બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે તપાસ અંતર્ગત દલાલ વિજય મોહન કસ્તૂરે (ઉ.વ. 31 રહે. 31, ગુરૂનગર, દરગાહણ સામે, ઉધના) ને ઝડપી પાડયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s