અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદોઃ આરોપીને ફાંસીની સજા


સુરત

આરોપી ગુડ્ડુ યાદવ સામેના કેસમાં ઝડપી ટ્રાયલમાં 6 મુદતમાં કેસ કાર્યવાહી પુર્ણ કરાઇઃ બાળાના પરિવારને રૃા.20 લાખ વળતર ચૂકવવા હુકમ


સુરતના
પાંડેસરા-વડોદ વિસ્તારમાં શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા
કરનાર આરોપી ગુડ્ડુ યાદવને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ
તમામ ગુનામાં દોષી ઠેરવ્યા બાદ આજે બપોરે કોર્ટ રિસેસના સમયે કોર્ટે આરોપીનો કેસ રેરેસ્ટ
ઓફ રેર શ્રેણીમાં પડતો હોવાની સરકારપક્ષની રજૂઆતને માન્ય રાખીને ગુનાની ગંભીરતાને ધ્યાને
લઈ આરોપીને ફાંસીની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે ભોગ બનનાર બાળકીના પરિવારને
વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 20લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. ચાર્જશીટ રજૂ
થયા બાદ માત્ર 22 દિવસમાં આ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આવ્યો છે.

ગઈ તા.4 નવેમ્બર, 2021ના
રોજ દિવાળીની રાતે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની અઢી વર્ષની
બાળાને મૂળ બિહારનો વતની અને હાલમાં પાંડેસરા ભગવતી સોસાયટીમાં રહેતો આરોપી ગુડ્ડુ
મધેશ યાદવ ઘર પાસેથી ઉઠાવી ગયો હતો અને નજીકની ઝાડીમાં દુષ્કર્મ કરી બાળાનું ગળું
દબાવી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. પીડા સહન ન થતા બાળા રડવા લાગતા આરોપીએ તેનું
મોઢું અને નાક દબાવી હત્યા કરી હતી. આરોપીના જઘન્ય કૃત્યના લીધે ભોગ બનનાર બાળકીના
ગુપ્તાંગ વાટેથી આંતરડા બહાર આવી ગયા હતા.

પાંડેસરા
પોલીસની તપાસમાં આરોપી બાળાને ખભે બેસાડીને લઇ જતો હોવાના ફુટેજ મળ્યા હતા.
દરમિયાન તા.7નવેમ્બરે બાળાની ડિકમ્પોઝ લાશ મળી હતી. લાશ નજીકથી પોકેટ ડાયરી અને
પેન પણ મળ્યા હતા. ડાયરીમાં આરોપીએ પોતાના હસ્તાક્ષરમાં કામના હિસાબ લખેલો મળી
આવતાં આરોપી સાથે કામ કરતા સાક્ષીઓએ આરોપીને ચીજવસ્તુ આધારે આરોપીની ઓળખ કરી આપી
હતી. આરોપી વિરુધ્ધ સાયન્ટીફીક તથા સાંયોગિક પુરાવા મળી આવ્યા હતા.

પોલીસે
આરોપી ગુડ્ડુ યાદવની અપહણ
,
દુષ્કર્મ, હત્યા અને પોક્સો એકટના ભંગના
ગુનામાં ધરપકડ કરી હતી અને સાત દિવસમાં 246પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. અને 6 મુદતમાં કેસ કાર્યવાહી પુર્ણ કરાઇ હતી. ગઇકાલે કોર્ટે આરોપી દોષી ઠેરવ્યો હતો. અને
સજાનો હુકમ આજે ઉઘડતી કોર્ટે જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. સરકારપક્ષે મુખ્ય
જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની શ્રેણીમાં પડતો હોઈ
ગંભીર ગુનામાં આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી હતી. કોર્ટે આજે બપોરે ચુકાદો
જાહેર કરીને આરોપી ગુડ્ડુ યાદવે આચરેલા જઘન્ય કૃત્ય બદલ કેપીટલ પનીશમેન્ટ એટલે કે
ફાંસીની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

બાળાના
માતા-પિતા ચૌધાર આંસુએ રડી પડયાઃ ગુન્હેગારકો ફાંસી નહી લગેગી તબ તક ચૈન નહીં
મિલેગા

              સુરત, મંગળવાર

કોર્ટ
સંકુલમાં હાજર રહેલા બાળકીના માતા-પિતાએ આટલો ઝડપથી ન્યાય મળવા બદલ પોલીસ તંત્ર
ફરિયાદપક્ષ તથા ન્યાયતંત્રનો મનોમન આભાર માન્યો હતો. અલબત્ત ભોગ બનનાર પીડીતાની
માતાએ પોતાની બાળકી પર હિચકારું કૃત્ય આચરનાર ગુડ્ડુ યાદવને ફાંસીની સજા થતાં એક
તરફ ન્યાય મળવાની ખુશી હતી. જોકે
,
તેમણે કહ્યું હતું કે, ગુન્હેગાર કો ફાંસી નહી
લગેગી તબ તક ચૈન નહી મિલેગા.

કમભાગી
માસુમ બાળકીના પિતાને નરાધામ ગુડ્ડુ યાદવને ફાંસીની સજા મળે તેવી આશા હતી.
શ્રમજીવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ માત્ર સરકારી વકીલને સાહેબ મારી દીકરીને
ન્યાય અપાવવજો એવી આજીજી કરી હતી. પરંતુ અપેક્ષા પણ ન હોય તેવી રીતે પ્રોસિક્યુશન
, પોલીસતંત્ર તથા
ન્યાયતંત્રના તમામ વિભાગ વચ્ચે કામગીરીના સંકલનના પગલે વર્ષો કે મહીના નહીં માત્ર 22જ દિવસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતા શ્રમજીવી પરિવારની વિના વિલંબે ન્યાય
મેળવવાની ઝંખના પુરી થઈ હતી.

દુષ્કર્મ-હત્યા કેસનો ઘટનાક્રમ

તા.4 નવેમ્બરે બાળાનું અપહરણ, દુષ્કર્મ.

તા.7 નવેમ્બરે બાળાની ડિકમ્પોઝ લાશ મળી.

તા.9 નવેમ્બરે આરોપી ગુડ્ડુ યાદવની ધરપકડ.

તા.16 નવેમ્બરે આરોપી સામે 246 પાનાની ચાર્જશીટ રજૂ.

તા.17 નવેમ્બરથી કોર્ટે સ્પીડી ટ્રાયલનો નિર્દેશ આપ્યો.

તા.18 નવેમ્બરથી તા.5 ડિસેમ્બર દરમિયાન 6 મુદતમાં 42 સાક્ષી તપાસાયા.

તા.6 ડિસેમ્બરે કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો.

તા.7 ડિસેમ્બરે કોર્ટે આરોપીને કેપીટલ પનીશમેન્ટ એટલે
ફાંસીની સજા ફટકારી

(* કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા
બાદ માત્ર 22 દિવસમાં કેસમાં ચુકાદો અપાયો)

વર્ષ-2018માં લિંબાયતમાં ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં
આરોપીને ફાંસીની સજા થઇ હતી

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાના કાર્યકાળ દરમિયાન
પોક્સો કેસના આરોપીને ફાંસીની સજા થઈ હોય તેવો આ બીજો કેસ છે.  ત્રણ વર્ષ પહેલાં વર્ષ-2018માં જોગાનું જોગ મૂળ
બિહારના બક્સર જિલ્લાના આરોપી અનિલ સુરેન્દ્રસિંગ યાદવને લિંબાયતની ત્રણ વર્ષની
બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં પોક્સો કોર્ટ દ્વારા ફાંસીની સજા કરાઇ
હતી. સજાના ગુજરાત હાઇકોર્ટે પણ માન્ય રાખી હતી અને હાલ સુપ્રીમ કોર્ટમાં મામલો
પેન્ડીંગ છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ કુ.રિન્કુ પારેખ તથા કિશોર રેવાલીયાની
મદદથી માત્ર સાત મહીનામાં ૩૧ સાક્ષી તપાસીને સ્પીડી ટ્રાયલ ચલાવાઇ હતી.

     પોલીસ, સરકારી વકીલો, કોર્ટ સ્ટાફ તમામના સંકલનને લીધે ગંભીર ગુનામાં ઝડપી ન્યાય શક્ય બન્યો

          સુરત, મંગળવાર

મૂળ
બિહારના ગુડ્ડુ યાદવની વિરુધ્ધનો કેસ માત્ર 22 દિવસની ટ્રાયલમાં કુલ 69 પૈકી માત્ર 42 મહત્વના સાક્ષીની જુબાની પર મદાર રાખીને સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ
નયન સુખડવાલાએ માત્ર સાત જ દિવસમાં કેસ કાર્યવાહી આટોપી સ્પીડી ટ્રાયલમાં કેસ પુરો
કર્યો હતો. આરોપીને ફાંસીની સજાની માંગ સાથે તેના સમર્થનમાં સરકારપક્ષે કુલ 31 જેટલા ઉચ્ચત્તમ અદાલતોના આવા કેસોના જજમેન્ટ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.

મુખ્ય
જિલ્લા સરકારી વકીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ તમામ વિભાગ વચ્ચે સંકલન અને
સહકારને કારણે શક્ય બન્યુ છે. તેમણે સુરત શહેર પોલીસ કમિશ્નર
, તપાસ સાથે જોડાયેલા
તમામ પોલીસ અધિકારીઓ
,પોક્સો કેસોની અદાલતના જજ પી.એસ.કાલા,પટાવાળા કોર્ટ કર્મચારીથી માંડીને સ્ટેનો અમિતાબેન જોશી, તથા અગાઉ કોર્ટમાં ફરજ બજાવી ચુકેલા અને હાલમાં સરકારપક્ષને આવા કેસોમાં
તમામ રીતે મદદ કરતાં યોગેશ રાણા વગેરેને પણ શ્રેય આપ્યો હતો. તદુપરાંત ગૃહમંત્રી
હર્ષ સંઘવીની પણ આ કેસને તેના અંજામ સુધી પહોંચાડવા માટે શક્ય તેટલી મદદ કરવાની
ભાવના અને સતત મોનીટરીંગ કરીને કેસ અંગે પુછપરછ કરવાની ખેવનાને બિરદાવી હતી.

બાળકીને પીંખી નાખનાર ગુડ્ડુ યાદવના ચહેરા પર પસ્તાવો કે રંજનો ભાવ
નહોl
   

સુરત,મંગળવાર

આજે
કોર્ટ કસ્ટડીના કડક બંદોબસ્ત વચ્ચે ગુડ્ડુ યાદવને કોર્ટ સંકુલમાં લાવવામાં આવ્યો
હતો. જે દરમિયાન 34 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવ અક્કડ બનીને ચાલતો હતો. અલબત્ત સજાનો
હુકમ જાહેર થાય તે પહેલાં અને જાહેર થયા પછી ગુડ્ડુ યાદવને પોતે આચરેલા કૃત્ય બદલ
તેના ચહેરા પર કોઈ પસ્તાવો કે રંજનો કોઈ ભાવ જોવા મળ્યો નહોતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s