કોવિડ પછી વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ડાઇડ યાર્નનો વપરાશ વધ્યો, 5 વર્ષમાં 50% વધારો

-પાંચ વર્ષ પહેલા માસિક વપરાશ 10 હજાર ટન હતો તે વધીને
15 હજાર ટન થયોઃ સુરતથી દર મહિને 125
ટન યાર્નનું બાંગ્લાદેશમાં એક્સપોર્ટ

સુરત,

વિવિધ
પ્રકારના યાર્નના વપરાશની સાથે વિવિગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડાઇડ યાર્નનો વપરાશ કોવિડ
પછી વધ્યો છે. હાલમાં સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો વપરાશ માસિક અંદાજે
15000 ટન છે. છેલ્લાં
પાંચ વર્ષમાં આ વપરાશ
50 ટકા વધી ગયો છે.

સાડીના ઉત્પાદનમાં
ટ્રેન્ડ બદલાયો હોવાને કારણે ધીરે ધીરે ડાઇડ યાર્નનો વપરાશ વધ્યો છે. પરંપરાગત સાદા
લૂમ્સ ઉપરાંત જેકાર્ડ અને રેપિયરમાં પણ ડાઇડ યાર્ન વપરાશ વધ્યો છે. રેડીમેડ ગારમેન્ટમાં
ઉપયોગમાં લેવાતાં નીટીગ ફેબ્રિક (સર્ક્યુલર) તથા ફનશિંગમાં આ યાર્નનો વપરાશ સૌથી વધુ
થઈ રહ્યો છે.

પાંચ
વરસ પહેલા ઈન્ડસ્ટ્રીઝનો ડાઇડ યાર્નનો વપરાશ અંદાજે મહિને
10000 ટન હતો. અત્યારે આ
વપરાશ વધીને
15000 ટન ઉપર પહોંચ્યો છે. કોવિડ પછી વપરાશકારો
વધ્યાં છે. દૈનિક વપરાશ
300-350 ટનનો હતો, તે વધીને 600 ટન આસપાસ થયો છે, એમ ડાઇડ યાર્ન ઉત્પાદક પિન્ટુ પટેલે કહ્યું હતું.

સુરતમાં
ડાઇડ યાર્નના વપરાશકારોની સંખ્યા વધી છે. આ ઉપરાંત દેશના ઉત્તર તથા દક્ષિણના જુદાં
જુદાં વિવિગ સેન્ટરો માટે પણ સુરતથી ડાઇડ યાર્ન મોકલવામાં આવી રહ્યું છે. ઇચલકરંજી
, કોઇમ્બતુર, સેલમ, બેલગામ, એન્નમપિલ્લાઇ,
બનારસ, મઉ, પાનીપત અને લૂધિયાણાની
વિવિગ ઈન્ડસ્ટ્રીઝ ડાઇડ યાર્નનો વપરાશ કરી રહી છે. આ ઉપરાંત સુરતથી દર મહિને 100થી 125 ટન બાંગ્લાદેશ નિકાસ થઈ રહી છે.

સુરતમાં ડાઇડ યાર્નનો વપરાશ સૌથી વધુ
સચીન જીઆઈડીસીના વિવર્સ કરી રહ્યા છે

ડાઇડ યાર્નનો સૌથી વધુ વપરાશ સચીન જીઆઇડીસીના વિવર્સ કરી
રહ્યાં છે.
80 હજાર મશીનો પૈકી 60
હજાર મશીનોમાં આ યાર્નનો વપરાશ થાય છે.
14 કિલોની ક્વોલિટી
પ્રમાણે મહિને અંદાજે
90 કરોડ મીટર ડાઇડ ફેબ્રિકનું ઉત્પાદન
થાય છે. સચિન ઉપરાંત હોજીવાલા
, પીપોદરા અને સુરત શહેરમાં
ગાઇડ યાર્નના વપરાશકારો છે
, એમ મહેન્દ્ર રામોલિયાએ કહ્યું
હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s