યોગ્ય ઠંડીના અભાવે સુરતની ઓળખ સમાન પોંકનો ટેસ્ટ બદલાયો

સુરત, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર 

સુરતમાં છેલ્લા ઘણાં વર્ષોથી અસમાન આબોહવા અને પુરતી ઠંડી પડતી ન હોવાના કારણે સુરતની ઓળખ સમાન પોંકનું અસ્તિત્વ જોખમમાં આવ્યું છે. સુરતમાં હાલ પોંકનું વેચાણ તો થઈ રહ્યું છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે સુરતી પોંક પહેલાં જેવો પોંચો અને મીઠો મળતો નથી. વાતાવરણ પર પ્રતિકુળ અસર પડી રહી છે તેના કારણે સુરતનાં પોંક બજારમાં પોંક ફિક્કો અને કઠણ જોવા મળી રહ્યો છે. જોકે, હાલ પડેલી ઠંડીના કારણે આગામી પખવાડિયા બાદ અસલ પોંક ખાવા મળે તેવી શક્યતા છે.

પોંક, પાપડી અને પતંગ આ ત્રણ સુરતની ઓળખ છે પરંતુ સુરતમાં હાલ શિયાળાની શરૃઆત સાથે જ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વરસાદ પણ પડયો હતો. જેના કારણે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. સુરતમાં છેલ્લા ઘણાં વર્ષોથી અસમાન આબોહવા અને શહેરી કરણના પગલે સુરતની ઓળખ સમાન પોંકના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભા થયાં છે. 

જોકે, કેટલાક ખેડુતો આ પડકાર સામે પણ સુરતની ઓળખ એવા પોંકના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ખેડુતો અસમાન આબોહવામાં પણ પોંકની જુવારનું વાવેતર કરી રહ્યાં છે પરંતુ પુરતી ઠંડી પડતી ન હોવાથી પોંકનો પાક પહેલા જેવો થતો નથી. 

પોંકનું વેચાણ કરતાં વેપારી કહે છે, શિયાળાની શરૃઆત સાથે જ સુરતમાં પોંકની ભઠ્ઠી શરૃ થઈ જાય છે પરંતુ ઓછો વરસાદ અને ઓછી ઠંડીના કારણે હવે પોંક પહેલા જેવો રહ્યો નથી. હાલમાં જે પોંક છે તે થોડો કડક અને ફિક્કો છે તે હકીકત છે. ઠંડી વધુ પડે અને ઝાકળ પડે તો જ પોંકની જુવાર નરમ થાય અને પોંક મીઠો બની શકે છે. 

હાલમાં જે વરસાદ પડયો તેની સાથે ઠંડી અને ઝાંકળ પડયું છે તેના કારણે થોડા દિવસ બાદ જે નવી જુવાર આવશે તેનો પોંક મીઠો અને નરમ મળશે. હાલમાં જે વાતાવરણ છે તેવું વાતાવરણ ઘણાં વર્ષોથી થઈ રહ્યું છે તેના કારણે પોંકના ટેસ્ટમાં બદલાવ આવ્યો છે. 

સુરતમાં પ્રદુષણની માત્રા ઘટવા સાથે હવે ઠંડીમાં પણ વધારો થાય તો પહેલા જેવો પોંક સુરતીઓને ફરીથી મળી શકે છે. પોંકના શોખીન સુરતીઓ પણ કહે છે, પોંકનો ટેસ્ટ બદલાયો જરૃર છે પરંતુ ઠંડીની ઋતુ શરૃ થાય એટલે પોંક ખાવો જરૃરી છે. તેથી ટેસ્ટ બદલાયો હોવા છતાં પણ અમે પોંક અને પોંકની વાનગીઓ ટેસ્ટથી ખાઈએ છીએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s