સુરત: સુમુલ ડેરી રોડના કારખાનેદાર સાથે વડોદરાના વેપારીની 7.64 લાખની ઠગાઇ

સુરત, તા. 05 ડિસેમ્બર 2021 રવિવાર

શહેરના સુમુલ ડેરી રોડના મારૂતિ એન્ટરપ્રાઇઝ નામના કારખાનેદાર પાસેથી ઓક્ટોબર 2019 દરમિયાન રૂ. 7.64 લાખની કિંમતના રેડીમેડ શર્ટ ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરનાર વડોદરાના વેપારી વિરૂધ્ધ મહિધરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સ્ટેશન-સુમુલ ડેરી રોડ સ્થિત ઝરીવાલા કંમ્પાઉન્ડમાં મારૂતિ એન્ટરપ્રાઇઝ નામે ટેક્સટાઇલનું કારખાનું ધરાવતા હિતેશ કાંતીભાઇ બાબરીયા (ઉ.વ. 43 રહે. 7, દ્વારકેશનગરી, લજામણી ચોક, મોટા વરાછા) નો ત્રણેક વર્ષ અગાઉ દિલીપ મોહન રાદડીયા (રહે. પહેલા માળે, બાલાજી કોમ્પ્લેક્ષ, છત્રપતિ શિવાજી ચોક, મુજમહુડા, વડોદરા) સાથે પરિચય થયો હતો. 

વડોદરાના બાલાજી કોમ્પ્લેક્ષમાં શ્યામ ક્લેક્શન નામે દુકાન ધરાવતા દિલીપે હિતેશ પાસેથી ત્રણેક વર્ષ દરમિયાન દસથી બાર વખત રેડીમેઇડ શર્ટની ખરીદી કરી પેમેન્ટ રોકડેથી અને બેંક ખાતામાં ટ્રાન્સફર કરતા હતા. 

દરમિયાનમાં ઓક્ટોબર 2019માં ટુકડે-ટુકડે કુલ રૂ. 7.64 લાખની કિંમતના રેડીમેઇડ શર્ટ ખરીદયા હતા. પરંતુ તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું ન હતું. જેથી હિતેશે ઉઘરાણી કરતા શરૂઆતમાં વાયદા અને ત્યાર બાદ લોકડાઉન ચાલે છે એમ કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ રાતોરાત દુકાનને તાળા મારી ભુગર્ભમાં ઉતરી જતા છેવટે હિતેશે દિલીપ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s