સુરત: લિંબાયતની યુવતીના માતા-પિતાને વિશ્વાસમાં કેળવી શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી

સુરત, તા. 05 ડિસેમ્બર 2021 રવિવાર

લિંબાયત વિસ્તારની કોલેજીયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવી તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી ફરવા જવાના બહાને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દેનાર યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે.

લિંબાયત વિસ્તારની 21 વર્ષીય કોલેજીયન યુવતીનો એક વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર કૃણાલ રવિકાંત બારી (રહે. 207, સુયોગ નગર, ભટાર) સાથે પરિચય થતા પ્રેમપ્રસ્તાવ મુકયો હતો પરંતુ વંશીકાએ ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવાનું કહ્યું હતું. જેથી વંશીકાના નવા ઘરમાં પ્રવેશ સમયે કૃણાલ ત્યાં પહોંચી ગયો હતો. જયાં કૃણાલે ભાટીયા મોબાઇલની ફ્રેન્ચાઇઝી, 8 થી 9 કરોડનો બંગલો અને ડુમ્મસના લક્ષ્મી ફાર્મમાં ઝીંગા તળાવ હોવાનું કહ્યું હતું. જેથી વંશીકાના લગ્ન કૃણાલ સાથે થાય તેવું તેના માતા-પિતા ઇચ્છતા હોવાથી બંને એકબીજાને મળતા હતા. 

દરમિયાનમાં કૃણાલ વંશીકાને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુ વિસ્તારની અનંત હોટલ અને રોયલ સેલીબ્રેશન હોટલમાં બે દિવસ રોકાયા હતા અને ત્યાં પણ શરીરસંબંધ બાંધ્યો હતો. જો કે વંશીકાને લઇ કૃણાલ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના માતા-પિતાએ તમારા લગ્ન નહીં થાયે એમ કહી વંશીકાને તેના ઘરે મુકી આવવાનું કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ પણ કૃણાલ વંશીકાને લઇ ફરવા જતો હતો અને શરીરસંબંધનો ઇન્કાર કરતા વંશીકાને તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું. 

જો કે છેવટે વંશીકાને માતા-પિતાને જાણ કરી દેતા તેમણે કૃણાલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૃણાલે ગાળાગાળી કરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા છેવટે વંશીકાએ ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s