સુરત: રત્નકલાકારનું તેના પુત્ર સાથેના નાણાકીય વિવાદમાં અપહરણ કરી માર માર્યો

સુરત, તા. 05 ડિસેમ્બર 2021 રવિવાર

અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારનું તેના પુત્ર સાથેના નાણાકીય લેતીદેતીમાં બાઇક પર અપહરણ કરી માર મારી તારા પુત્રને કહી દેજે મારો હિસાબ પુરો કરી નાંખે નહીં તો હું તારૂ પુરૂ કરી નાંખીશ તેવી ધમકી આપ્યાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.

અમરોલી-છાપરાભાઠા રોડના સિલ્વર સ્ટેટસમાં રહેતા રત્નકલાકાર દામજી મોહન રાંક (ઉ.વ. 58 મૂળ રહે. ઉમરાળા, તા. કાલાવડ, જિ. જામનગર) ના પુત્ર ચિરાગને મોબાઇલના ધંધામાં ખોટ જતા તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. જેથી ચિરાગ સાથેની નાંણાકીય લેતીદેતીના વિવાદમાં લેણદાર ધવલ મગન ડોંગા (રહે. વૃંદાવન સોસાયટી, ડભોલી) એ તેના બે મિત્રો સાથે મળી દામજીને રસ્તામાં આંતરી માર મારી બાઇક પર અપહરણ કરી વેલંજા-ઉમરા ગામ તરફ લઇ ગયા હતા. જયાં પણ માર મારી તારા છોકરાનો કોન્ટેક કરીને મારો હિસાબ પુરો કરવાનું કહી દેજે નહીં તો તારૂ પુરૂ કરી નાંખીશ એમ કહી ધવલ સહિત ત્રણેય જણા ભાગી ગયા હતા. ઘટના અંગે દામજ રાંકે ધવલ સહિત ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s