સુરત: પહેલા ભાજપે સ્નેહમિલન કર્યું હવે કોંગ્રેસ નવા પ્રમુખને આવકારવા મેદની ભેગી કરશે

રાજકીય કાર્યક્રમમાં નિયમોના પાલન અંગે પાલિકા અને પોલીસ તંત્રનો ઉદાસીન વલણ, લોકો સામે આકરા પગલા

સુરત, તા. 05 ડિસેમ્બર 2021 રવિવાર

ગુજરાતમાં ઓમોક્રોનની એન્ટ્રી છતાં પણ રાજકીય કાર્યક્રમો સક્રિય થઇ રહ્યા છે. મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર રાજકારણીઓ સામેના કાર્યક્રમમાં નિયમોનું છડેચોક ભંગ છતાં કોઇ કાર્યવાહી કરતી નથી. રાજકીય કાર્યક્રમોમાં નિયમોનો ભંગ થતો હોવાથી ફેલાવવાની શક્યતા છે. વહીવટીતંત્ર રાજકીય દબાણ આગળ લાચા હોવાથી કોરોના બાદ હવે ઓમૉક્રોનનું સંક્રમણ પણ થાય તો નવાઇ નહીં.

સુરતમાં થોડા દિવસ પહેલા ભાજપે વનિતા વિશ્રામ મેદાન ખાતે 30 હજારથી વધુ લોકો દિવાળીના સ્નેહમિલન સંમેલન માટે ભેગા કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહિતના મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ અને અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પાલિકા અને પોલીસની હાજરી છતાં કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોએ કોરોના નિયમનનો છડેચોક ભંગ કર્યો હતો. કોઈપણ જાતના સોશિયલ ડિસ્ટન્સ કેમ માસ્ક વિના હજારો લોકો હોવા છતાં પોલીસે કે પાલિકાએ કોઈ પ્રકારના પગલાં ભર્યા ન હતા.

ભાજપ બાદ હવે કોંગ્રેસ તેના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખના નિયુક્તિ સન્માન સમારોહ માટે મેદની ભેગી કરી રહી છે. સુરતના ભાજપના કાર્યક્રમમાં લાખો લોકોની હેરાનગતિ છતાં પાલિકાના વિપક્ષ એવા આપે માત્ર સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે કોંગ્રેસ અમદાવાદ ખાતે મેદની ભેગી કરવા જઈ રહી છે જેમાં સુરત થી પણ અનેક કાર્યકરો જશે.

આમ રાજકીય પક્ષો ઓમૉક્રોન ની એન્ટ્રી છતાં પણ ચૂંટણીમાં પોતાના પક્ષ ના પ્રચાર કે નેતાના આવકાર માટે ભેગા થશે. જો પાલિકા અને પોલીસ તંત્ર આવા કાર્યક્રમો સામે લાલ આંખ ન કરે તો સુરતમાં પણ ઓમૉક્રોનની એન્ટ્રી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s