સંગીની બિલ્ડર-અરિહંત જ્વેલર્સના 40સ્થળોએ ઇન્કમટેક્સ બીજા દિવસે પણ જારીસુરત

ઘોડદોડ રોડ, સિટીલાઇટ, વેસુ, રાંદેર-ગોરાટ રોડ પર ઘર, પ્રોજેકટ, ઓફિસ, સાઇટ પરથી મળેલા દસ્તાવેજોનું વેરીફિકેશન જારી

કોરાના
કાળની લાંબા સમયથી સુસ્ત રહેલી સુરત ઈન્કમટેક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગના નેજા
હેઠળ સુરત-અમદાવાદના ૭૦થી વધુ અધિકારીઓના કાફલાએ સુરતના પાંચ જેટલા
બિલ્ડર્સ-જ્વેલર્સ જુથના 40જેટલી પ્રિમાઈસીસ પર ગઈકાલે વહેલી સવારે હાથ ધરેલી
મેગા સર્ચની કાર્યવાહી આજે બીજા દિવસે પણ જારી રહી છે.અલબત્ત આયકર વિભાગ દ્વારા
હાલમાં વાંધાજનક હિસાબી દસ્તાવેજો કબજે કરીને વેરીફિકેશન તથા બિલ્ડર્સ જુથોના
ભાગીદારોના સ્ટેટમેન્ટ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત આયકર
વિભાગની ડીડીઆઈ વિંગના નેજા હેઠળ ગઈકાલે વહેલી સવારથી જ સુરતના જાણીતા બિલ્ડર્સ વેલજી
શેટ્ટાના સંગિની બિલ્ડર્સ તથા અરિહંત જ્વેલર્સના મહાવીર જૈન સહિત તેમની સાથે સંકળાયેલા
અન્ય  ભાગીદારો અને વ્યવસાયીઓના 40 જેટલા સ્થળો
પર સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. મુખ્યત્વે સંગિની બિલ્ડર્સ તથા અરિહંત જ્વેલર્સ ઉપરાંત
હોમલેન્ડ ગુ્રપના નરેન્દ્ર ગર્ગ
,
ફાયનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી તથા મહેન્દ્ર
ચંપકના કુલ 40જેટલા ધંધાકીય -રહેણાંક સ્થળો પર ઈન્કમ ટેક્સ વિભાગના સર્ચના દાયરામાં
આવી જવા પામ્યા છે. સંગિની બિલ્ડર્સ જુથના છેલ્લાં બે વર્ષોથી સીટીલાઈટ
, વેસુના વીઆઈપી રોડ તથા રાંદેર-ગોરાટ પરન ચાલતા રહેણાંક પ્રોજેક્ટ સાઈટ્સને
પણ સર્ચના સકંજામાં આવી છે.જ્યારે સરોલી સ્થિત સુચિત ટેક્સટાઈલ માર્કેટમાં ભાગીદારી
ધરાવનાર અરિહંત ગુ્રપના મહાવીર જૈનના રહેણાંક તથા ઘોડદોડ રોડની ઓફીસ પર પણ તપાસ હાથ
ધરવામાં આવી છે.

અલબત્ત
ગઈકાલથી આયકર વિભાગે હાથ ધરેલી સર્ચની કાર્યવાહી દરમિયાન વાંધા જનક હિસાબી
દસ્તાવેજો કબજે કરીને વેરીફિકેશન હાથ ધરવામાં આવી રહયું છે.જ્યારે બિલ્ડર્સ જુથના
ભાગીદારોના સ્ટેટ મેન્ટ લેવાની કાર્યવાહી હાથ ધરવા સહિત તમામ 40 સ્થળો પર આજે બીજા
દિવસે પણ તપાસ યથાવત્ રહેવા પામી છે.આયકર વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ
બિલ્ડર્સ-જ્વેલર્સ જુથો સાથે સંકળાયેલા મોટા માથા ઉપરાંત નાના માણસોને ત્યાં પણ
વાંધાજનક દસ્તાવેજો સંતાડવામાં આવ્યા હોવાની આશંકાને આધારે તપાસ હાથ ધરવામાં આવી
છે.

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s