‘ કુત્તા દેખને ચલતે હૈ ‘ કહી સિક્યુરિટી ગાર્ડે 9 વર્ષની બાળાની છેડતી કરી


– અમરોલી વિસ્તારની સોસાયટીની ઘટના

– ગાર્ડન પાસે લઈ જઈ અડપલાં કરતા બાળા બુમાબુમ કરી બાવીસ વર્ષના લંપટની ચૂંગાલમાંથી ભાગી : રહીશોએ ફટકારી પોલીસને સોંપ્યો

સુરત, : સુરતના અમરોલી વિસ્તારમાં શુક્રવારે સાંજે સોસાયટીના ગાર્ડનમાં રમતી 9 વર્ષની બાળકીને સોસાયટીના ગાર્ડન પાસે લઈ જઈ સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે અડપલાં કર્યા હતા. જોકે, બાળકીએ બુમાબુમ કરી ગાર્ડની ચુંગાલમાંથી બચી ઘરે પહોંચી માતાને જાણ કરતા તેમણે પતિને જાણ કરી હતી. રહીશોએ 22 વર્ષના ગાર્ડને ફટકારી પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી ગતસાંજે પોતાના કામ પર હતા અને તેમની પત્ની ઘરકામ કરતી હતી ત્યારે તેમની 9 વર્ષની દિકરી રંજન ( નામ બદલ્યું છે ) સોસાયટીના ગાર્ડનમાં રમતી હતી. સાત વાગ્યાના અરસામાં સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ ગડદુ કુમારસાહેબ સાહ તેને કુત્તા દેખને ચલતે હૈ કહી ગાર્ડનની બાજુમાં દિવાલ પાસે લઈ ગયો હતો અને તેની સાથે અડપલાં કરતા રંજન બુમાબુમ કરી તેની ચુંગાલમાંથી બચીને સીધી ઘરે પહોંચી હતી. બાળકીએ બનાવની જાણ માતાને કરતા તેમણે તરત પતિને જાણ કરી હતી. ઘરે દોડી આવેલા બાળકીના પિતાએ બનાવની જાણ સોસાયટીના રહીશોને કરતા તેમણે મૂળ બિહારના વતની અને સુરતમાં એકલા રહેતા અપરણિત 22 વર્ષીય ગડદુ કુમારસાહેબ સાહને મેથીપાક આપી બનાવની જાણ થતા સ્થળ પર પહોંચેલી અમરોલી પોલીસને સોંપ્યો હતો.

અમરોલી પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે ગડદુ કુમારસાહેબ સાહ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીઆઈ આર.પી.સોલંકી કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s