મહુવાના 32 વર્ષના શિક્ષકને યોગા-દેશી રમતની શિબિરમાં ઉલ્ટી થયા બાદ મોત

– મહુવાના
કરચેલીયા ગામે રહેતા અને ડુંગરીની શાળાના શિક્ષક પુલકિતભાઇ ભેસ્તાનમાં શિબિરમાં
આવ્યા હતા

        સુરત :

ભેસ્તાનમાં  જીલ્લા તાલીમ ભવન ખાતે  શિબિરમાં આવેલા મહુવાના શિક્ષકની આજે સવારે
અચાનક તબિયત લથડતા મોત થયુ હતુ.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મુળ મહેસાણાના કડીના વતની અને હાલમાં મહુવામાં
કરચેલીયાગામમાં રહેતા
32 વર્ષીય પુલકિતભાઇ કરસનભાઇ પટેલ મહુવામાં ડુગરી પ્રાથમિક શાળામાં શિક્ષક
તરીકે ફરજ બજાવતા હતા. સુરત જીલ્લામાં મહુવા
, માંડવી,
ઉમરગામ, નગર પ્રાથમિક શાળા સહિતના 100 જેટલા શિક્ષકો ભેસ્તાનમાં જીલ્લા શિક્ષણ તાલિમ ભવનમાં યોગા અને દેશી રમત
અંગે યોજાયેલી શિબિરમાં આવ્યા હતા. આજે સવારે અચાનક પુલકિતભાઇની તબિયત બગડતા ઉલ્ટી
થતા તરત સારવાર માટે નજીકના દવાખાના બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં
ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સિવિલ ખાતે તેમનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે
કહ્યુ કે તેમના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચુ કારણ
જાણવા મળશે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s