એર ક્વોલીટી ઈન્ડેક્સ મોનીટરીંગ માટે તમામ ઝોનમાં મશીન મુકાશે


રૃા.33
લાખના ખર્ચે પાંચ ઝોનમાં મશીન મુકાશઃ એક વર્ષમાં
15 ટકા
પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્યાંક સામે
12 ટકાનો ઘટાડો થયો છે

   સુરત,

સુરતને
સ્વચ્છતામાં દેશમાં બીજો ક્રમ મળ્યા બાદ  હવે
સુરતને દેશની ધ ક્લીનેસ્ટ સીટી બનાવવા માટેનો પ્રયાસ શરૃ થયો છે. સુરતમાં  પ્રદૂષણની માત્ર જાણવા માટે  મ્યુનિ.ના તમામ ઝોનમાં એક એર ક્વોલીટી ઈન્ડેક્સ
મોનીટરીંગ માટે મશીન મુકવાનો નિર્ણય કરાયો છે. એક વર્ષમાં
15 ટકા  પ્રદૂષણ ઘટાડવા માટેનો લક્ષ્યાંક સામે 12
ટકાનો ઘટાડો થયો છે.

સીટી સ્પેશીફિક
ક્લીન એર એક્શન પ્લાનના ઉત્સર્જન ઘટકો નિયમનનું અમલીકરણ કરવા માટે સુરત મ્યુનિ.મા એક
વર્કશોપ યોજાયો હતો. જે બાદ સુરતમાં
33 લાખ રૃપિયાના ખર્ચે પાંચ એર ક્વોલીટી ઈન્ડેક્ષ મોનીટરીંગ મશીન મુકવા માટેનો
નિર્ણય મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કરાયો છે. મેયેરે વર્કશોપમા
જણાવ્યું કે
, સુરતના લોકોને વધુ સારી સુવિધા મળે તેની સાથે લોકોને
સ્વચ્છ હવા
, પાણી સહિત સ્વચ્છ વાતાવરણ મળે તે માટે પગલાં ભરવામાં
આવી રહ્યા છે. સુરત સહિત દેશના મોટા શહેરોની સમસ્યા વાયુ પ્રદુષણ છે
, તેના કારણે લોકોના સ્વાસ્થય પર વિપરિત અસર થાય છે. સુરત શહેરમાં વાયુ પ્રદુષણ
ઘટાડવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરતમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કામગીરી
કરવામા આવી છે તેમાં નેશનલ ક્લીન એર એક્શન પ્લાન હેઠળ સુરત ક્લીન એક્શન પ્લાન તૈયાર
કરનાર ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે.

સુરત શહેરમાં
વર્ષમાં
15
ટકા પ્રદૂષણ ઘટાડવાનો ટાર્ગેટ હતો તેની સામે
12 ટકાનો ઘટાડો થયો
છે. આ પ્રદૂષણ વધુમાં વધુ કેવી રીતે ઘટાડી શકાય તે માટે મ્યુનિ. તંત્ર પ્રયાસ કરી રહી
છે. સુરતીઓને સ્વચ્છ હવા પુરી પાડવા માટે ત્રણ વર્ષથી કામગીરી કરવામાં આવે છે જેમાં
સુરતમાં સેન્સર આધારિત એર મોનીટરીંગ સ્ટેશન સ્થાપિત કરીને હવાની ગુણવત્તામાં સુધારો
કરવા માટે કામ શરૃ કરાયા છે. સ્માર્ટ સીટી અંતર્ગત હાલમાં એર ક્વોલીટી ઈન્ડેક્સ મોનીટરીંગ
મશીન છે અને આગામી દિવસોમાં નર્મદ લાઈબ્રેરી સહિત પાંચ ઝોનમાં
33 લાખના ખર્ચે પાંચ એર ક્વોલીટી ઈન્ડેક્સ મોનીટરીંગ મશીન મુકવામાં આવશે.

વરાછામાં
મુકાયેલું  એર ક્વોલીટી ઈન્ડેક્ષ મોનીટરીંગ
મશીન એક વર્ષથી બંધ હાલતમાં

<

p class=”12News” style=”text-align:justify;”>સ્માર્ટ
સીટી પ્રોજેક્ટ હેઠળ સુરતમાં ઉધના અને લિંબાયતમાં બે એર ક્વોલીટી ઈન્ડેસ મોનીટરીંગ
મશીન મુકવામા આવ્યા છે. વરાછા ઝોનમાં
1.16 કરોડના  ખર્ચે પાંચ વર્ષ માટે એર ક્વોલીટી ઈન્ડેસ મોનીટરીંગ
મશીન
2017માં મુકવામા ંઆવ્યા હતા તેનું બે વર્ષનું ભાડું ચુકવી
દેવામાં આવ્યું છે પરંતુ ડિસેમ્બર
2020થી આ મશીન બંધ હાલતમાં
છે. મ્યુનિ.એ મશીન મુકનારી એજન્સીને અનેક વખત તાકીદ કરી છે પરંતુ તેઓ દ્વારા કામગીરી
હજી કરવામાં આવી નથી. જેના કારણે હવે મ્યુનિ. છેલ્લી વાર એજન્સીને મશીન રીપેરીંગ માટે
જણાવશે ત્યાર બાદ પણ જો મશીન રીપેર નહી થશે તો 
એજન્સીના ખર્ચે અને જોખમે મશીન રીપેર કરાવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s