દવા લઈને પણ ફરજ બજાવતા ટી.આર.બી જવાનના વીડિયો વાઈરલ : સુરતીઓએ કામગીરી વખાણી

સુરત,

 વાતાવરણના પલટામાં વરસાદ સામે રક્ષણ મેળવવા રેઈનકોટ પહેરવો કે ઠંડી સામે રક્ષણ મેળવવા સ્વેટર પહેરવું એ અવઢવ વચ્ચે પણ ટ્રાફિક સિગ્નલ પર જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ વચ્ચે બીમાર હોવા છતાં દવા લઈને વરસાદમાં પોતાની ફરજ બજાવતા ટી.આર.બી જવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. શહેરના લોકો આ જવાનોની નિષ્ઠાને બિરદાવી રહ્યા છે.

છેલ્લા બે દિવસથી શહેરમાં માવઠા અને વરસાદની અસરને પગલે જાહેર જનજીવનને અસર પહોંચી છે અને ૬૧ લાખથી પણ વધુ વસ્તી ધરાવતા સુરત શહેરમાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયામાં ગતરોજ બે જવાનોના ફોટા વાઇરલ થયા હતા કે જેઓ ચાલુ વરસાદમાં પણ પોતાની ફરજની બજાવવાનું ચૂક્યા નથી. જેમાં એક ટી.આર.બી જવાન દવા સાથે રાખીને પોતાનું કામ કરતા નજરે જોવા મળ્યા હતા. દાદાગીરી અને ચલાણના મુદ્દે ટીઆરબી જવાનો અને ટ્રાફિક જવાનો ગેરરીતિ આચરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ તેની સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટા બાદ સુરતીઓ કર્મપ્રેમી ટીઆરબી જવાનોને સહર્ષ વધાવી રહ્યા છે અને તેમની કામગીરી પસંદ કરી રહ્યા છે.

આ અંગે ટ્રાફિક બ્રિગેડના હેડ સુપરવાઈઝર મોહંમદ ટીનવાલા એ કહ્યું કે, વાયરલ થયેલા ફોટા રીજીયન-૩ પ્રજાપિતા બ્રહ્મકુમારી ચારરસ્તા પાસે ફરજ બજાવી રહેલા બે ટી.આર.બી જવાનોના છે. જેમના નામ સુનિલ મુકુંદભાઈ અને ભાલચંદ્ર ગુરુદત્તભાઈ છે.

આ પોઈન્ટ પર ટ્રાફિકની અવરજવર પણ વધુ રહે છે. બે દિવસથી વાતાવરણમાં જે પ્રમાણે પલટો નોંધાયો છે તે પ્રમાણે દરેક ટી.આર.બી જવાનો આવા ખરાબ વાતાવરણમાં પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s