દંપતિ સરકારી નોકરીના કારણે અલગ અલગ અને દૂર દૂર રહેવા મજબુર

વિકલાંગધારો સમગ્ર દેશમાં
લાગુ પણ અમલ ક્યારે
?

રાજ્ય સરકાર દ્વારા દંપતીના
કેસમાં બંને દિવ્યાંગ દંપતીને એક સ્થળે બદલી આપવાની વિચારણા ઝડપથી અમલી બનાવવા
માંગ

સુરત

દર વર્ષે ૩જી ડિસેમ્બરને
વિશ્વ વિકલાંગ દિવસ મનાવવામાં આવે છે. સુરત સહિત સમગ્ર દેશમાં પણ રાબેતા મુજબ
ઉજવણી થશે. હોંસલાની ઉડાનથી સફળતાનો સ્વાદ ચાખનારા પ્રેરક દિવ્યાંગોને યાદ કરાશે એ
બધુ તો બરાબર છે પણ સરકાર જે વિકલાંગધારો બનાવવામાં આવ્યો છે એનો ઝડપી અમલીકરણ થાય
એ વધુ જરૃરી છે. ખાસ કરીને સરકારી નોકરી કરીને અલગ અલગ રહેતા દંપતિને જે મુશ્કેલીઓ
નડે છે એ તત્કાલ દૂર થાય તો વિકલાંગ દિવસની ઉજવણી સાર્થક જેવી લાગશે. 

<

p class=”12News” style=”line-height:normal;”>માહિતી અનુસાર વડાપ્રધાને
કોઈપણ શારિરીક રીતે ખોડખાપણ ધરાવતા વ્યક્તિઓ માટે વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ
શબ્દ વાપરીને તમામ દિવ્યાંગો ના દિલ જીતી લીધા છે. એટલુ જ નહી  વિકલાંગો માટે
, તેમના
શિક્ષણ માટે
, તેમના નોકરી ધંધા તેમજ સમાજમાં દિવ્યાંગોનું
સ્થાન બની રહે તે માટે વિકલાંગ ધારો ૨૦૧૬ સંપૂર્ણ ભારત દેશમાં લાગુ કર્યો છે.
પણ  દેશમાં લાગુ પાડવામાં આવેલ વિકલાંગ
ધારો ૨૦૧૬નો અમલ જો સંવેદનશીલ ગુજરાત સરકાર વહેલી તકે કરે તો તમામ દિવ્યાંગોને
ફાયદો થાય તેમ છે. ખાસ કરીને નોકરી કરતા દિવ્યાંગોની તેમના મૂળ વતનમાં બદલી તેમજ
દંપતીના કેસમાં બંને દિવ્યાંગ દંપતીને એક સ્થળે બદલી આપવાની જે વિચારણા છે તેનો
અમલ વહેલી તકે કરવામાં આવે તો શારીરિક રીતે પોતાના પરિવારથી દૂર રહીને કે પછી મૂળ
વતન થી દુર રહીને જે માનસિક અને સામાજિક તકલીફ વેઠે છે તેમાંથી મુક્ત થઈને પરિવાર
સાથે રહીને તેઓ આનંદ થી પોતાની જિંદગી જીવી શકે છે અને પોતાનામાં જે શારીરિક
ખોડખાપણ છે તેને ભૂલી શકે છે. સુરતમાં અંધ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ
કપૂરેના અંધ પત્ની પદમાબેન કચ્છના સરહદી વિસ્તાર નલિયા થી ૫૦ કિલોમીટર દૂર
પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. બંન્ને અંધ દંપત્તિ રાજ્ય સરકારના
કર્મચારી હોય અને લગભગ ૮૦૦ કિલોમીટર દૂર એકબીજા થી અલગ રહેતા હોય તો આવા કિસ્સામાં
તેઓને ઘણી પરેશાની નડે છે. આ શારીરિક
, સામાજિક અને  સાંસારિક તકલીફો માનસિક તકલીફ માં પરિવતત થઇ
શકે છે. સુરત સહિત દેશમાં આવા અસંખ્ય દંપતિ છે દિવ્યાંગ છે અને એક બીજા સાથે રહીને
એકબીજાનો સહારો બની શકે છે પણ નોકરીના કારણે અલગ અલગ રહેવુ પડે આ બાબતે સરકાર
સંવદનશીલ બને એ અત્યંત આવશ્યક છે. વહેલી તકે વિકલાંગ ધારો ૨૦૧૬ અમલી બને તેવી દિવ્યાંગો
આશા કરી રહ્યા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s