વેસુના આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાંથી એલઇડી લાઇટની ચોરી


– એસએમસીએ 500 જેટલી લાઇટ લગાવી હતીઃ 159 નંગ લાઇટ ચોરી જતા બાઇક સવાર યુવાન સીસીટીવીમાં કેદ થઇ ગયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં લગાવવામાં આવેલી એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159 કિંમત રૂ. 3.18 લાખની ચોરીને ભાગી ગયા હતા. જો કે ઇલેક્ટ્રીક થાંભલા પર ચઢી ચોરી કરનાર બાઇક સવાર ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.

વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનીક વોર વે એન્ડ ગાર્ડનમાં એલઇડી ઉપરાંત ડેકોરેટીવ લેટરન એલઇડી લાઇટો લગાવવામાં આવેલી છે. એસએમસી દ્વારા કુલ 500 એલઇડી ડેકોરેટીવ લેટરન લગાવેલી હતી જે પૈકી 159 નંગ કિંમત રૂ. 3.18 લાખની ચોરી થઇ ગઇ હતી. જેની જાણ એસએમસીના ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર વિજય ચંદુ પટેલ (રહે. સી/2, સમર્થ એન્કલવ, વીઆઇપી રોડ, વેસુ) તુરંત જ દોડી ગયો હતો અને ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પલસર બાઇક નં. જીજે-5 એફજી-8161 પર આવનાર યુવાન ઇલેક્ટ્રીક થાંભલા પર ચઢી ચોરી કરતા નજરે પડયો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s