લગ્નની તારીખનું મુહૂર્ત જોતી વખતે હવે તો વરસાદનું પણ મુહૂર્ત જોવડાવુ પડે તેવી સ્થિતિ

– લાખો
રૃપિયાનો ખર્ચ કરીને લગ્નસમારંભના આયોજનમાં વરસાદની એન્ટ્રીથી વર-કન્યા પક્ષમાં
ભાગદોડ સાથે નિરાશા

         સુરત

સુરત
શહેરમાં જે રીતે આજે વરસાદ વરસી રહ્યો છે. અને લગ્નની સિઝન હોવાથી વરસાદે લગ્નમાં ખર્ચેલા
લાખ્ખો રૃપિયા પણ પાણી ફેરવી દેતા વર-કન્યા બન્ને પક્ષે જમણવાર
,લગ્ન સહિતની તમામ રીતરસમો
માટે જગ્યા શોધવા માટે જે દોડાદોડી કરવી પડી તેને લઇને એવો ગણગણાટ થાય છે કે લગ્નના
મુર્હુત જોવાની સાથે હવે તો મેઘરાજાનું પણ મુર્હુત જોવડાવવુ પડે તેમ છે કે જે તારીખ
નક્કી કરી છે. તેમાં વરસાદનું આગમન તો નથી ને
?

કોરોના
કાળના દોઢ વર્ષમાં સાવ સાદાઇથી લગ્ન યોજાયા બાદ હમણાં કેસો ઘટતા ધુમધામથી લગ્નો થઇ
રહ્યા છે. વર અને કન્યા બન્ને પક્ષ તરફથી આમંત્રિતોની સંખ્યા વધારી દઇને લગ્નને
યાદગાર બનાવી રહ્યા છે. લગ્ન ધામધુમથી કરાવવા માટે જે પ્લાન કર્યા હતા. તે પ્લાન
પરઆજે વરસાદે પાણી ફેરવી દેતા મંડપો પલળાઇ ગયા હતા.  પાર્ટી પ્લોટ પર પાણી ફરી વળ્યા હતા. આથી
લગ્નમાં બોલાવેલા આમંત્રિતોને ગ્રહશાંતિ
,
લગ્ન માટે કે જમણવાર સહિતની તમામ વિધીઓ માટે કયાં બેસાડવા તેના માટે
જગ્યા શોધવી પડે તેવા હાલ થઇ ગયા હતા. તો વરરાજા તરફથી પણ બેન્ડવાજા
, બગી, લાઇટીંગ સાથે જે વરધોડો કાઢવાના હતા.તે પણ
અટકાવી દેવા પડયા હતા. 

 જેમણે હોલ માં કે વાડીમાં લગ્નનું આયોજન કર્યુ
હતુ. તેમના માટે શાંતિ હતી. પરંતુ પાર્ટી પ્લોટમાં કે ખુલ્લામાં આયોજન કરનારાઓએ
દોડાદોડી કરવી પડી હતી.

<

p class=”12News0″>આખો
દિવસ વરસાદ ઝીંકાતા વર અને કન્યા પક્ષના સભ્યો પણ કહી રહ્યા છે કે હવે લગ્ન
મુહુતની સાથે વરસાદનું પણ મુર્હુત જોવડાવવુ પડશે કે જે તારીખે લગ્ન લેવાના છે. તે
તારીખે મેઘરાજાની પધરામણી તો થવાની નથી ને
?
કેમકે લાખ્ખો રૃપિયા ખચેલા પાણીમાં જાય તેવો આજના વરસાદમાં હાલ થયા
હતા. તો સાથે સાથે કોરોનાથી માંડ વધારે આમંત્રિતો બોલાવીને લગ્નો ધામધૂમથી કરવાનું
નક્કી કર્યુ ત્યારે વરસાદનું વિધ્ન આવતા બધા જ આયોજન ખોરવાયા હોવાનો ગણગણાટ બન્ને
પક્ષે થઇ રહ્યો છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s