રૃા.1.35 લાખની વીજચોરીમાં દુકાનદારને એક વર્ષની કેદ, રૃા.4.05 લાખ દંડ


સુરત

નવાગામ ડિંડોલીમાં હળવા દબાણની વીજલાઇન ઉપર લંગર નાંખીને વીજચોરી બદલ 14 વર્ષ પહેલા ગુનો નોંધાયો હતો


14 વર્ષ પહેલાં નવાગામ ડીંડોલી વિસ્તારમાં વીજલાઇનમાં લંગર નાંખી રૃા.1.35 લાખની
વીજચોરીમાં આરોપી દુકાનદારને આજે એડીશ્નલ સેશન્સ જજ જયેશ શ્રીમાળીએ ધી ઈલેકટ્રીક
સીટી એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી એક વર્ષની કેદ
, રૃ.4.05 લાખનો દંડ તથા
દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

દક્ષિણ
ગુજરાત વીજ કંપની ડીંડોલી સબ ડીવીઝનના ફરિયાદી નાયબ ઈજનેર જયેશકુમાર કેદારીયા તથા
તેમની ટીમે તા.13-7-2007ના રોજ નવા ગામ ડીંડોલી સ્થિત દ્વારકેશનગર પ્લોટ નં.17માં
આવેલી દુકાન નં.1 માં તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશ ના પ્રતાપગઢ
જિલ્લાના વતની એવા આરોપી દુકાનદાર અનિલકુમાર ગંગાપ્રસાદ તિવારીએ પોતાની દુકાન
પાસેથી પસાર થતી હળવા દબાણની વીજલાઈનમાં 14 મીટર વાયરનું લંગર નાખીને ગેરકાયદે
વીજવપરાશ કરીને કુલ રૃ.1.35 લાખની વીજચોરી કરી હતી. નાયબ ઇજનેરે જીઇબી પોલીસ મથક
સાઉથ ઝોનમાં ધી ઈન્ડીયન ઈલેકટ્રીક સીટી એક્ટના ભંગના ગુના અંગે ફરિયાદ નોંધાવતા
પોલીસે આરોપી અનિલકુમાર તિવારીની ધરપકડ કરી હતી. કેસની અંતિમ સુનાવણીમાં એપીપી
દિગંત તેવારની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી કેદ-દંડનો હુકમ કર્યો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s