માં રીશુ મરી ગયો, સોરી દિકરા આવી રીતે મારવા માટે…પતિના અનૈતિક સંબંધથી ત્રસ્ત પત્નીએ 3 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી આપઘાત કર્યો

– સાડા ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી, પતિ એક પણ વખત પુત્રને જોવા આવ્યો ન હતો તેમ છતા તેની સાથે જ રહેવા ઇચ્છતી હતી

– સ્યુસાઇડ નોટમાં ભાવના નામની મહિલા સાથે અફેરનો ઉલ્લેખ, લગ્નજીવનનો માળો વિખેરવામાં સાસુની ભુમિકા હોવાનો પણ સ્યુસાઇડમાં ઉલ્લેખ

સુરત
માં રીશુ મરી ગયો, મેં ગળુ દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, સોરી દિકરા આવી રીતે તને મારવા માટે…આ દર્દનાક શબ્દો વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઇ મોતનું આત્યાંતિક પગલું ભરનાર શહેરના ઉગત વિસ્તારમાં રહેતી પરિણીતાની સ્યસાઇડ નોટના. પતિના સગી ભાભી સાથેના અનૈતિક સંબંધ અને પોતાના લગ્ન જીવનનો માળો વિખેરનાર સાસુના ત્રાસથી સાડા ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પરિણીતા છેવટે જીંદગીથી કંટાળી દિલના ટુકડાને મોતને ઘાટ ઉતારી પોતે પણ મોતની ચાદર ઓઢી લીધી હતી.
શહેરના ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના મીંઢોળા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. બી/1301 માં રહેતા અરવિંદ પરમારે રાબેતા મુજબ 7 વાગ્યે પુત્રી પ્રિયવંદના ઉર્ફે પીન્કી સતીષ કોસંબીયા (ઉ.વ. 31) નહીં ઉઠતા પત્નીને ઉઠાડવા મોકલી હતી. પરંતુ બેડરૂમનો દરવાજો ખોલતાની સાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી પીન્કી અને સાડા ત્રણ વર્ષના પુત્રને વિચલીત હાલતમાં જોઇ ચોંકી ગયા હતા અને બુમાબુમ કરી હતી. જેથી પતિ અરવિંદ અને પડોશીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે માતા પુત્રને મૃત જાહેર કરતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે રાંદેર પોલીસ દોડી આવી હતી. પોલીસે પીન્કી અને સાડા ત્રણ વર્ષના તેના પુત્ર રિષભ ઉર્ફે રીશુનો મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ કરાવવાની તથા રૂમની તલાશી લીધી હતી. જે અંતર્ગત એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

સ્યુસાઇડ નોટમાં પીન્કીએ પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે માં મારો રીશુ મરી ગયો, મેં ગળું દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, આઇ લવ યુ સો મચ રીશુ, એ જીવતે તો એની જીંદગી બરબાઇ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા, મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી…..સહિતનું દર્દનાક લખાણ હતું. સ્યુસાઇડ નોટમાં પોતાની વ્યથાની સાથે પીન્કીએ પતિ સતીષના ભાવના નામની મહિલા કે જે તેની સગી ભાભી થાય છે તેની સાથે અફેર હોવાનો તથા પોતાનું લગ્નજીવનનો માળો વીખેરવામાં સાસુનો હાથ હોવાનો ઉલ્લેખ કરી પોતાની જીંદગી બરબાદ કર્યાનું પણ લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઇ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

એ જીવતે તો એની જીંદગી બરબાદ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા
મારો રીશું મારો દીકો,
મે ગળું દાબીને મારી નાંખ્યો
મારુ ઢીંગલું
I Love you so much RISHU
એ જીવતો તો એની જીંદગી બરબાદ થઈ જતે
મારા હાથ બો જ ધ્રૂજતા હતા
મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી..
કાશ સતીષ તુ સમજતે, તારી માં સમજતે
મને અને રીશુંને તારી બો જરૂર હતી..
તુ અને ભાવના કયારેય પણ નહીં સુધરો
તમને સપોર્ટ કરવા વાળી તારી માં
મારૂ ઘર તોડવા વાળી તારી માં..
જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માંએ લગ્ન જ શું કામ કરાવ્યા
શું કામ મારી જીંદગી બરબાદ કરી…
ભાવના સાથે તારુ અફેર હતું, મને જ્યારે ખબર પડી તે જ દિવસે હું આત્મહત્યા કરવાની હતી.
પણ માં બાપના વિચાર કરી હું અટકી જતી.
હું ભાવનાથી અને તારી માં થી બો જ નફરત કરુ છું. મારુ ઘર તોડી નાંખ્યું તારી માંએ.
મારા દિલનો ટુકડો
મારી જાન
મારો રીશું
સોરી દિકરા આવી રીતે તને મારવા માટે…

જમાઇના ભાભી સાથે અફેર હોવાનો પીન્કીના પિતાનો આક્ષેપ
દિલના ટુકડાને ધ્રુજતા હાથે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરનાર પીન્કીના પિતા અરવિંદ પરમારે આક્ષેપ કર્યો હતો કે લગ્નના માંડ પંદર દિવસમાં જ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા જમાઇ સતીષનું તેની ભાભી સાથે અફેર છે અને તેમાં તેઓના ફોટો હોવાથી મોબાઇલ લોક રાખતો હતો. સાતમાં મહિને સીમંતની તારીખ નક્કી કરી હતી પરંતુ ત્રાસથી કંટાળી એક દિવસ અગાઉ પિયર રહેવા આવી ગઇ હતી. પુત્ર રિષભને પણ જોવા આવ્યા ન હતા. સતીષ એક પિતા હોવાની તમામ જવાબદારીથી ભાગતો હતો. પરંતુ સતીષ સાથે જ જીંદગી જીવવાના ધ્યેય સાથે સતત તેને ઝંખતી હતી અને છેવટે તેણે મોત વ્હાલું કરી લીધું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s