ગ્રેડ પે મુદ્દે સોશ્યિલ મિડીયામાં ઉશકેરણીજનક પોસ્ટ મુકનાર સુરત હેડ કવાર્ટરના PSI વિરૂ્ધ્ધ FIR

– 10 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી અલગ-અલગ પોસ્ટ કરી હતી, પોલીસ ખાતાના નિયમનું શિસ્તબધ્ધ પાલન નહીં કરતા તપાસના અંતે કાર્યવાહી

સુરત
રાજયના પોલીસ દળમાં ગ્રેડ પે મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન અંતર્ગત સુરત શહેર પોલીસ હેડ કવાર્ટરના પીએસઆઇ રતિલાલ વસાવા પોલીસ ખાતાના નિયમ મુજબ શિસ્તબધ્ધ રીતે ફરજ બજાવવાને બદલે સોશ્યિલ મિડીયામાં ઉશકેરણીજનક પોસ્ટ કરી ફરજમાં ચૂક કરવા બદલ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે ઉશકેરણીજનક પોસ્ટ કરનાર પીએસઆઇ વસાવાને મોડી સાંજે ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે.
ગુજરાત પોલીસ દળના પોલીસ કર્મચારીઓ દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં ગ્રેડ પે વધારા મુદ્દે રાજયભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની આગેવાની કરનાર પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા રૂપે સસ્પેન્ડ કરવાથી લઇ બદલીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ હેડ કવાર્ટરના હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર રતિલાલ વસાવાએ પણ ગ્રેડ પે મુદ્દે સોશ્યિલ મિડીયા કેટલીક ઉશકેરણીજનક પોસ્ટ કરી હતી. 10 ઓક્ટોબરથી લઇ 9 નવેમ્બર સધીમાં સબ ઇન્સ્પેક્ટર રતિલાલ વસાવાએ ફેસબુક પર ઉશકેરણીજનક પોસ્ટ કરી હતી. ઉશકેરણીજનક પોસ્ટમાં ગ્રેડ પે મુદ્દે વિરોધ પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપતો વિડીયો પણ અપલોડ કર્યો હતો.

જેને પગલે આ અંગેની તપાસ પોલીસ કંટ્રોલ રૂમના એસીપી ઇશ્વર એન. પરમારને સોંપવામાં આવી હતી. તપાસ અંતર્ગત સબ ઇન્સ્પેક્ટર વસાવા પોલીસ ખાતાના નિયમ મુજબ શિસ્તબધ્ધ રીતે પોતાની ફરજ બજાવવા બંધાયેલા છે. પોલીસ અધિનિયમ અને ભારતમાં કાયદાથી સ્થાપિત તમામ નિયમોનું પાલન કરવાની ફરજ છે. પરંતુ પોલીસ દળની ઉશકેરણીજનક પોસ્ટ કર્યાનું પુરવાર થતા ફરીયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે પીએસઆઇ રતિલાલ વસાવાને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીએસઆઇ વસાવાએ વાંધાજનક પોસ્ટમાં શું લખ્યું હતું ?
ફેસબુક પર ટ્રાફીકના અધિકારીઓના બાપની જગ્યા છે, દરેક જગ્યાને પોતાની માલિકીની જગ્યા સમજી બેઠા છે, પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દલાલ ખાતામાં ભાગલા પાડીને રોટલા શેકી રહ્યા છે, એલ. આરથી લઇને પીએસઆઇ, પીઆઇએ ખુલ્લેઆમ મર્યાદામાં રહીને ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો રહેશે, નાના કર્મચારીઓને ડિસીપ્લીન લાગુ કરી મોં બંધ રાખવાના હુકમો બહાર પાડી નાના કર્મચારીઓના લાભના નામે અનેક ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે. કંઇ પણ અણબનાવ બને એની જિમ્મેદારી નેતાઓ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓની રહેશે, ખબરદાર નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સબબે ટાંગ અડાવી તો તે નેતા અને અધિકારીઓની ખેર નહીં રહે, પીઆઇથી આઇપીએસ લોબીના નાના કર્મચારીઓને દબાણ કરી ટાર્ગેટના નામે શોષણ કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s