આઠ વર્ષની બાળા સાથે સૃષ્ટિ વિરુધ્ધ કૃત્યનો પ્રયાસ કરનારને પાંચ વર્ષની સખ્તકેદસુરત

માતાની દુકાન પાસે રમતી બાળકીનો હાથ પકડી બાજુની દુકાનમાં ટોયલેટમાં લઈ જઈ ધાકધમકી આપી કુકર્મનો પ્રયાસ કર્યો હતો

બે
વર્ષ પહેલાં પુણા વિસ્તારમાં રહેતી ૮ વર્ષીય બાળકીને ધાકધમકી આપીને સૃષ્ટિ
વિરુધ્ધના કૃત્યનો પ્રયાસ કરનાર આરોપીને આજે નવમા એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત
એચ.ધમાણીએ દોષી ઠેરવીને છેડતી તથા પોક્સો એક્ટના ભંગ બદલ પાંચ વર્ષની સખ્તકેદ
, રૃ 5 હજાર દંડ તથા દંડ
ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનાર બાળકીને વીકટીમ
કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1 લાખ વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

પુણા
પોલીસ મથકના હદમાં દુકાન ધરાવતા ફરિયાદી માતાએ તા.7-3-19 ના રોજ પોતાની દુકાન
પાસે રમતી 8 વર્ષીય બાળકીને મૂળ સાવરકુંડલા જિલ્લાના બોટાદ તાલુકાના વતની 19 વર્ષીય આરોપી રોહિત અરવિંદ ગોહીલ(રે.વાવગામ
,ક્રિષ્ના રેસીડેન્સી, તા. કામરેજ)બદકામના ઈરાદે
નજીકની દુકાનના ટોયલેટમાં લઈ જઈને ધાકધમકી આપીને સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરવાનો
પ્રયાસ કરીને ભાગી છુટયો હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ પહેલા યે કોન સી
જગહ હૈ એવું પુછીને આંટા ફેરા કરીને બાળાની માતા દુકાનમાં ગ્રાહકો હોવાથી વ્યસ્ત
હતી ત્યારે બાળાને સાથે લઇ ગયો હતો.

જેલભેગા
કરાયેલા આરોપી રોહિત ગોહિલે ગુનાનો ઇન્કાર કરીને ખોટા કેસમાં સંડોવી દેવાયો
હોવાનું જણાવી નિર્દોષ છોડી દેવા માંગ કરી હતી. જેલવાસ ભોગવતા આરોપી વિરુધ્ધના
કેસની અંતિમ સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે
સમગ્ર ઘટનાનો ભોગ બનનાર તથા તેના મૌખિક પુરાવાથી સમર્થન આપી આરોપીને કોર્ટ સમક્ષ
ઓળખી બતાવ્યો છે. સીસીટીવી ફુટેજના પુરાવામાં પણ બાળકીનો હાથ પકડીને આરોપી પોતાની
સાથે લઈ જતો તથા ત્યારબાદ રસ્તા તરફ ભાગતો પણ દેખાય છે. જેથી આરોપીને સખત સજા તથા
બાળા કુમળી વયની હોવાથી વળતર આપવું જોઇએ. જેને કોર્ટે માન્ય રાખી આરોપી રોહિત
ગોહીલને છેડતી તથા પોક્સો એક્ટની કલમ-8 માં દોષી ઠેરવી કેદ-દંડ અને બાળાને રૃા.1 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે.

કોર્ટે
જણાવ્યું હતું કે સગીર વયની વ્યક્તિ સાથે પોતાની જાતીય વૃત્તિ સંતોષવી એ એક
પ્રકારની અધમતા અને માનસિક વિકૃત્તિ હોઈ તેનાથી વધુ શરમજનક કૃત્ય કોઈ હોઈ શકે
નહીં.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s