75 સંયમી સાવજોએ ત્યાગની ત્રાડ પાડી સંસાર છોડયો, ચાલ્યા સંયમ માર્ગે

-40 હજારથી વધુ ધર્મપ્રેમીઓ
દીક્ષા અવસરના સાક્ષી બન્યા

-લોચનો અદ્ભુત માહોલ નિહાળી ઉપસ્થિત બધા  ભાવાવેષમાં ડૂબ્યા

-આજના દિવસે જ ભગવાન મહાવીરે
2590 વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરી હતી

સુરત

 તા-૨૯મી નવેમ્બર સોમવાર ૨૦૨૧ કારતક વદ ૧૦નો
સુરતનો સૂરજ  સોનેરી કિરણો સાથે નીકળ્યો
હતો. દીક્ષાનગરી સુરતમાં વેસુ ખાતે અધ્યાત્મ નગરીમાં દીક્ષાધર્મનો એક નવો અધ્યાય
લખાઇ રહ્યો હતો. વહેલી સવારે ૩ વાગ્યાથી જ લોકો અધ્યાત્મ નગરીમાં સ્થાન લઇ રહ્યા
હતા. સાડા ચાર વાગ્યા સુધીમાં આખો મંડપ ધર્મપ્રેમીઓથી છલકાઇ ગયો હતો. ખુદ ઇતિહાસ
ત્યાગધર્મનો ઇતિહાસ લખવા બેકરાર હતો અને એવામાં ગુરૃ ભગવંતો તથા ૭૫-૭૫
દીક્ષાર્થીઓનો મંડપમાં પ્રવેશ થતાની સાથે ઇતિહાસની કલમ ત્યાગધર્મનો નવો આયામ લખવા
તૈયાર થઇ ગઇ.. આ અવસર હતો
સુરતની
૭૫ સામૂહિક દીક્ષા મહોત્સવનાં છેલ્લા દિવસનો એટલે કે દીક્ષા દિવસનો.


શ્રી શાંતિકનક શ્રમણોપાસક
ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત ૭૫ મુમુક્ષુઓની પ.પૂ.મોટાસાહેબજીની
ગુરૃમૂર્તિ
, જૈનાચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા.
દીક્ષાધર્મના મહાનાયક અને ૭૫ દીક્ષાર્થીઓના ઘડવૈયા જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજી
મહારાજા
જૈનાચાર્ય
તપોરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ૮ આચાર્ય ભગવંતો
, ઉપાધ્યાય
ભગવંતો
, પંન્યાસ, ગણિ ભગવંતો આદિ ૫૦૦થી
વધુ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં કારતક વદ ૧૦ના પાવન દિવસે અધ્યાત્મ નગરી
વેસુ બલર હાઉસ મધ્યે દીક્ષા યોજાઇ હતી.કારતક વદ ૧૦ આ દિવસે ૨૫૯૦  વર્ષ અગાઉ ભગવાન મહાવીરે દીક્ષા ગ્રહણ કરી હતી.
આજના આ પવિત્ર દિવસે જ સુરતમાં દીક્ષાધર્મનો નવો ઇતિહાસ લખાયો છે. જે દિવસે પ્રભુએ
જે દિવસે લોચ કર્યો એ જ દિવસે સુરતમાં લોચ ક્રિયાનો અદ્ભૂત માહોલ સર્જાયો.  ૪.૪૧ વાગ્યે ગુરુ ભગવંતો તથા મુમુક્ષુઓનો
દીક્ષા મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે આખો મંડપ ગુરુદેવ અને મુમુક્ષુઓના જયકારથી
ગૂંજી ઉઠયો હતો. ગુરૃ ભગવંતોના પ્રવેશ સાથે દિક્ષાવિધિ કાર્યક્રમ શરૃ થયો હતો.
દિક્ષાર્થીઓને ગુરુ ભગવંતોએ ઓઘો અર્પણ કર્યા ત્યારે દિક્ષાર્થીઓ જાણે સમગ્ર
સૃષ્ટિનું સુખ હાથમાં આવી ગયું હોય એ રીતે નાચવા લાગ્યા હતાં. અંતિમ દીક્ષાર્થીને
ઓઘો અર્પણ થયો ત્યારે તો મંડપમાં ઉપસ્થિત સૌ કોઇ નાચવા લાગ્યા હતા.  દિક્ષાર્થીઓ જ્યારે વેશ પરિવર્તન કરીને પધાર્યા
ત્યારે દીક્ષા ઉત્સવને માણી રહેલા હજારો ધર્મપ્રેમીઓની આંખો દિક્ષાર્થીઓ પર સ્થિર
થઈ ગઈ હતી. ખાસ કરીને દીક્ષાર્થીઓ માટે ખાસ બનાવેલા પુલ પરથી જ્યારે તેઓ શ્વેત
વસ્ત્રોમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે વૈરાગ્ય જાતે સંસારનો સેતુ છોડીને સંયમની
દુનિયામાં જઇ રહ્યો હોય એવુ દ્રશ્ય સર્જાયુ હતુ. પુલ જાણે સંસાર અને સંયમ વચ્ચેનો
સેતુ બન્યો હતો. 


ત્યારપછી  સવારે ૧૦.૦૮ વાગ્યે એક અલૌકિક આનંદના અહેસાસ
સમાન કેશલૂંચન ક્રિયા શરૃ થઇ હતી. લોચની ઘડીઓ… સંગીતના શાનદાર માહોલ વચ્ચે  આજ સુધી ન જોયેલો ન જાણેલો રૃંવાડા ઉભા કરી
દેતો કેશલૂંચનનો અદભુત માહોલ સર્જાયો હતો. સ્ટેજ પર જ પર્દા ઉભા કરીને લોચ ક્રિયા
થઇ હતી. જેને નિહાળી ઉપસ્થિત દરેકની આંખોમાં અનેરો ભાવ જોવા મળતો હતો.  અંતમાં દીક્ષાર્થીઓને નૂતન નામ અપાયા હતા. આજના
દીક્ષા વિધિ કાર્યક્રમમાં ૪૦
,૦૦૦થી વધુ ધર્મપ્રેમીઓ સાક્ષી
બન્યા હતા. સમગ્ર મહોત્સવમાં મીનીટ મીનીટનું માઇક્રો પ્લાનિંગે ઉત્સવનો સફળ
બનાવ્યો હતો.

 

અમદાવાદમાં નિર્માણાધિન
વિશાળ સંકુલનો એક પરિવારે ૫૨ કરોડમાં લાભ લીધો

અમદાવાદ ખાતે શ્રી શાંતિજિન
જૈનસંઘમાં નિર્માણાધિન એક વિશાળ શ્રાવક શ્રાવિકા આરાધના ભવન યુક્ત વિશાળ સંકુલનાં
આજના દિવસે લાભ અપાયા હતા. સંકુલના સંપુર્ણ લાભાર્થીનો લાભ ૫૧ કરોડની ઐતિહાસિક
રકમથી હાડેચાનિવાસી બાબુલાલ મિશ્રીમલભગાજી ભંસાલી પરિવારે લીધો હતો. આ સાથે અનેકની
વિનંતીથી અધ્યાત્મ સમ્રાટશ્રી ગુરુદેવના આગામી ચાતુર્માસની શઆંતિ સંયમ જૈનસંઘ
શાંતિનગર અમદાવાદની જય બોલાઇ હતી.

<

p class=”12News” style=”line-height:normal;”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s