ઉધના ગેંગવોર પ્રકરણ: કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટના સંબંધીની હત્યામાં વધુ બે ની અટકાયત

- મહિના અગાઉ ચીકલીગરની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલ્યોઃ માથામાં પથ્થર અને સંચા મશીનના ફટકા માર્યાની કબૂલાત

સુરત
ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને ચીકલીગર ગેંર વચ્ચે ચાલી રહેલી ગેંગવોર અંતર્ગત ગત રાત્રે રાહુલના સંબંધીને પથ્થર અને સંચા મશીનના ફટકા વડે ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે વધુ બે ની અટકાયત કરી છે. એક મહિના અગાઉ રાહુલ એપાર્ટમેન્ટના ઇશારે કાલુસીંગ ચીકલીગરની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને ચીકલીગર ગેંગ વચ્ચે ખૂની ખેલ ખેલાય રહ્યો છે. મહિના અગાઉ રાહુલ એપાર્ટમેન્ટના ઇશારે કાલુસીંગ ચીકલીગરને તલવારના ઘા ઝીંકી રહેંસી નાંખવામાં આવ્યો હતો. આ હત્યાનો બદલો લેવા ચીકલીગરોએ ગત રાત્રે રાહુલ એપાર્ટમેન્ટના સંબંધી અને અગાઉ મારામારી, હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા સચીન ઉર્ફે પપીયા ગોપાલ પાટીલને માથામાં પથ્થર અને સંચા ખાતાના ફટકા વડે માર મારી હત્યા કર્યા બાદ લાશ રીક્ષા સાથે પાંડેસરા ખાડીમાં ફેંકી દીધી હતી.

આ ઘટનામાં ગત રોજ પોલીસે બે ભાઇ કાલુસીંગ અને મોહનસીંગ ચીકલીગરની અટકાયત કરી હતી. જયારે આજ રોજ ગુરજીતસીંગ ચીકલીગર અને સીમ્બાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસના રીક્ષાવાળાએ પોલીસકર્મીનો કોલર પકડી લીધો
માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને ચીકલીગર વચ્ચે ચાલી રહેલી ગેંગવોરમાં ગત રાત્રે વધુ એક વખત ખૂની ખેલ ખેલાયો હતો. ચીકલીગરોએ રાહુલ એપાર્ટમેન્ટના સંબંધીની હત્યા ઉધના વિસ્તારમાં કર્યા બાદ લાશને પાંડેસરા ખાડીમાં નાંખી દીધી હતી. જેની જાણ થતા ઉધના અને પાંડેસરા પોલીસ ખાડી કિનારે દોડી ગઇ હતી. લાશને ખાડીમાંથી બહાર કાઢવા ફાયરની ગાડી આવી રહી હતી. તે દરમિયાન પાંડેસરા ડી સ્ટાફની રીક્ષા રસ્તાની વચ્ચે હોવાથી ઉધના પોલીસના હે. કો રાકેશ સાહેબરાવે રીક્ષા સાઇડ પર લેવાનું કહ્યું હતું. પરંતુ ચા કરતા કીટલી ગરમ હોય તેમ પાંડેસરા પોલીસના રીક્ષાવાળાએ રાકેશ જોડે જીભાજોડી કરવાનું શરૂ કરી દીધું હતું અને સીધો કોલર પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s