સોમવારથી સુરતના આંગણે અંડર-19 કૂચ બિહાર ટ્રોફીની મેચ રમાશે

– છ
રાજયોની ક્રિકેટ ટીમ વચ્ચે સ્પર્ધાઃ ટીમ સહિત તમામના કોવિડ ટેસ્ટ અને બાયોબબલમાં ક્વોરેન્ટાઇ
થયા હતા

       સુરત

સુરત
શહેરના આંગણે આ સોમવારથી લાલભાઇ કોન્ટ્રાકટર અને અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંડર-૧૯
કુચ બિહાર ટ્રોફી એલાઇટ-સી ગુ્રપની ૧૫ મેચોનો આરંભ થઇ રહ્યો છે. આ મેચ છ રાજયોના ક્રિકેટરો
વચ્ચે રમાશે.

સુરત ડિસ્ટ્રીકટ
ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ તથા બીસીસીઆઇ અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના માર્ગદર્શન
હેઠળ સુરતના આંગણે આગામી ૨૯ મી નવેમ્બરથી  તમિલનાડુ
, મધ્યપ્રદેશ, છતીસગઢ, હિમાચલ પ્રદેશ, ગોવા અને
મહારાષ્ટ્ર એમ છ રાજયો વચ્ચે અંડર-૧૯ કુચ બિહાર એલાઇટ સી- ગુ્રપની ૧૫ મેચોનું આયોજન
થયુ છે. આ મેચો લાલભાઇ કોન્ટ્રાકટર
, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ
જીમખાના પર રમાશે. તમામ ટીમોને અલગ અલગ આઠ ગુ્રપોમાં વહેંચી દેવાઇ છે. સી-ગુ્રપની તમામ
મેચો સુરતમાં રમાશે. ગુ્રપની બે મોખરાની ટીમો નોકઆઉટ માટે કવોલીફાઇડ થશે. કોરોનાને
લઇને તમામ ટીમો એરપોર્ટ થી સીધા હોટલમાં જઇને બાયો-બબલમાં કવોરેન્ટાઇન થયા બાદ આજે
સવારે બહાર નિકળીને પ્રેકટીસ કરી હતી.

<

p class=”12News”>આ મેચ
સાથે સંકળાયેલા ખેલાડીઓ જ નહીં પરંતુ  મેચ
ઓફીશીયલ
, વીડીયો
એનાલીસ્ટ તેમજ સ્કોરર તમામના કોવીડ આરટીપીસીઆર ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવશે.
બીસીસીઆઇ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ
આપવામાં આવશે.મેચ સવારે ૯.૩૦ થી શરૃ થઇને સાંજે ૫ વાગ્યુ સુધી રમાશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s