સરથાણાના જવેલશોપ પર ફાયરીંગ કરનાર ગેંગનો સૂત્રધાર અને રેકી કરનાર ઝડપાયા

– અગાઉ રાજકોટ-અમરેલીની ટોળકીના શૂટર સહિત ત્રણ પકડાયા હતા : આર્થિક ભીંસમાં મુકાતા ખંડણી-લૂંટની યોજના ઘડી હતી

– સૂત્રધાર રાહુલ ગમારા મૂળ રાજકોટ અને રેકી કરનાર હિતેશ રાઠોડ ભાવનગરનો વતની

સુરત, : સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાઇઝોન પ્લાઝામાં આવેલા સુખારામ જવેલર્સમાં ફાયરીંગ કરનાર ગેંગના સૂત્રધાર અને રેકી કરનારની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અગાઉ આ બનાવમાં ફાઇનાન્સનો ધંધો કરતો મિત્ર આર્થિક મુશ્કેલીમાં મુકાતા ખંડણી-લૂંટનું પ્લાનીંગ કરનાર રાજકોટ-અમરેલીની ટોળકીના શૂટર સહિત ત્રણની ધરપકડ કરી હતી.

સરથાણા જકાતનાકા સ્થિત રાઇઝોન પ્લાઝામાં આવેલા સુખારામ જવેલર્સમાં બુકાનીધાકી દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવાના ચકચારી પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે અઠવાડીયા અગાઉ લસકાણા ગામ સ્થિત ખેતલાઆપા ટી સેન્ટર પાસેથી મિહીર શૈલેષ ડોબરીયા, દર્શન ભીમા રાઠોડ અને જય મગન તેજાણીને ઝડપી પાડી તેમની પાસેથી પિસ્ટલ અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વરાછા વિસ્તારમાં ફાયનાન્સનો ધંધો કરતો મિત્ર રાહુલ દિનેશ ગમારા હાલ આર્થિક મુશ્કેલીમાં હોવાથી શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે તેણે શહેરના અલગ-અલગ વિસ્તારના જવેલર્સને ફોન કરી ડરાવી-ધમકાવી ખંડણી માંગવાનો અને ખંડણી નહીં આપે તો લૂંટ કરવાનો પ્લાનીંગ કરી તેમાં મિત્ર મિહીરને સામેલ કર્યો હતો. મિહીરે દર્શન અને જય તથા રાહુલે હિતેશ કોળી સાથે મળી ખંડણી અને લૂંટના ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યુ હતું.

જે અંતર્ગત ખંડણી માટે સુખારામ જવેલર્સમાં ધાક-ધમકી આપવા ફોન કર્યો હતો. પરંતુ ફોન રિસીવ નહીં કરતા લૂંટ કરવાનું નક્કી કર્યુ હતું. પ્લાનીંગ મુજબ મિહીર પોતાની પાસેની પિસ્ટલ લઇ જવેલર્સ પાસે ગયો હતો અને એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ત્યાર બાદ દર્શન, જય અને હિતેશ ત્યાં લૂંટ માટે આવવાના હતા પરંતુ પબ્લીક વધું હોવાથી ત્રણેય જણા આવ્યા ન હતા. જેથી પકડાઇ જવાના ડરે મિહીરે બીજા બે રાઉન્ડ ફાયરીંગ કરી કોમ્પ્લેક્ષના અંડર ગ્રાઉન્ડમાં ભાગી ગયો હતો અને ત્યાંથી ટી-શર્ટ બદલી પગપાળા બહાર નીકળી રાહદારીના મોબાઇલ પરથી દર્શન અને જયને ફોન કરી પોતાના વતન ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે માસ્ટર માઇન્ડ રાહુલ અને હિતેશને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી હતી. દરમિયાન, સરથાણા પોલીસે ગતરોજ મુખ્ય સૂત્રધાર અને ફાઈનાન્સનો ધંધો કરતા રાહુલ દિનેશભાઇ ગમારા ( ઉ.વ.21, રહે. મસ્જીદ વાડીની શેરી , ડેયા રામ, તા.ગોંડલ જી. રાજકોટ ) અને જવેલર્સની રેકી કરનાર રત્નકલાકાર હીતેશ કાનજીભાઇ રાઠોડ ( ઉ.વ.22, રહે. ટી/315, એ.બી.સી કોમ્પેલેક્ષ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત. મુળ. રબારી/કોળીવાસ, વદર ગામ, તા.ગારીયાધાર, જી. ભાવનગર ) ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s