વ્યક્તિગત લોન લેનાર લોન વહેલી ચૂકવે તો બેંક પ્રિ-પેમેન્ટ ચાર્જ વસુલી શકે નહી


સુરત

રિઝર્વ બેંકનો પરિપત્ર છતા કેટલીક બેંકો વસુલી કરે છેઃ મહિલા પાસે ચાર્જ વસુલાતા કોર્ટમાં ફરિયાદ કરતા જ બેંકે રીફંડ ચૂકવી દીધું

લોનની
મુદત પહેલાં લોન ભરપાઈ કરનાર ખાતેદાર પાસેથી પ્રિ-પેમેન્ટ ચાર્જીસ ખોટી રીતે
વસુલનાર બેંક વિરુધ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થતાં જ ગ્રાહક કોર્ટની શો કોઝ  નોટીસના પગલે બેંકે કોઈપણ જાતના ગુણદોષમાં
ઉતર્યા વિના મહીલા ખાતેદારને પ્રિ-પેમેન્ટ ચાર્જીસની રકમ રીફંડ પરત ચુકવવાની ફરજ
પડી હોવાની વિગતો સાંપડી છે.

સુરતના શાહપોર
ખાતે શ્રી સાઈંનાથ કિરાણા સ્ટોરના ફરિયાદી સંચાલક જવાલાબેન ચાંડકે રીંગરોડ સ્થિત સીટી
યુનિયન  બેંક પાસેથી મે-2019માં કેશક્રેડીટની
રૃ.50 લાખની કરજ પ્રોપર્ટીના મોર્ગેજ સામે મેળવી હતી.પરંતુ પાંચેક મહીના બાદ કોટક મહીન્દ્રા
બેંકની એક સ્કીમ હેઠળ ફરિયાદીને અનુકુળ શરતોએ રૃ.50 લાખની મર્યાદામાં કેશક્રેડીટ સુવિધા
મળી હતી.જેથી ફરિયાદીએ ઓક્ટો-2019માં સીટી યુનિયન બેંકને પોતાનું લોન એકાઉન્ટ સમય મર્યાદા
પહેલાં બંધ કરાવવા માટે કેટલી રકમ ભરવી પડે તેવી પુછપરછ કરી હતી.જેથી બેંક દ્વારા લોન
ખાતું સમય મર્યાદા પહેલાં બંધ કરાવવા માટે રૃ.1.18 લાખ પ્રિ-પેમેન્ટ ચાર્જીસ ચુકવવા
પડે તેમ જણાવ્યું હતુ.જો ન ચુકવે તો મોર્ગેજ મિલકત ડીપોઝીટ કરેલા ટાઈટલ ડીડસ ફરીયાદીને
પરત નહીં કરીને મિલકતમાંથી બોજા મુક્ત નહીં કરે તેવી ધમકી આપી હતી.જેથી ફરિયાદી મહીલા
ખાતેદારે પ્રિ-ક્લોઝર પેમેન્ટ ચાર્જીસ પેટે રૃ.1.18લાખ  ચુકવ્યા બાદ ફરિયાદીની વારંવાર વિનંતી બાદ ન ડયુ
સર્ટીફિકેટ આપ્યું હતુ.

જેથી
ફરિયાદી જવાલાબેન ચાંડકે શ્રેયસ દેસાઈ મારફતે બેંક દ્વારા પ્રિ-પેમેન્ટ ચાર્જીસની
ખોટી રીતે વસુલ કરેલી રકમનું રીફંડ મેળવવા ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.જે
મુજબ  વ્યક્તિગત લોન વહેલી ચુકવનાર લોનધારક
પાસેથી પ્રિ-પેમેન્ટ ચાર્જીસ લઈ શકાય નહીં તેવો રીઝર્વ બેંકનો પરિપત્ર છતાં બેંકે
ખોટી રીતે ચાર્જ વસુલ કરી સેવામાં ખામી દર્શસાવી હતી.જેથી ગ્રાહક કોર્ટે બેંકને  શો કોઝ નોટીસ ઈસ્યુ કરતાં બેંકના કર્તાહર્તાઓએ
ફરિયાદીનો સંપર્ક સાધીને પ્રિ-પેમેન્ટ ચાર્જીસના રૃ.1.18 લાખની સામે કુલ રૃ 1.32 લાખ ચુકવીને સમાધાન કરી લેતા ફરિયાદીએ ફરિયાદ પરત ખેંચી લીધી હતી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s