રેસિડેન્ટ ડોક્ટરો બાદ હવે રાજ્યના સરકારી ડોક્ટર્સની આંદોલનની ચિમકી

 – સાતમાં વેતન આયોગના મુદ્દે  ગુજરાતના સરકારી ડોકટરોએ સોમવારથી આંદોલન
કરવાની તૈયારી કરી લીધી

સુરત :

સુરત
સહિતની મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષના પોસ્ટ ગેજયુએટ (પી.જી)એડમિશન પ્રક્રિયા શરૃ ન
થવાના મુદે  રેસિડેન્ટ ડોકટરોએ હડતાળ પર જવાની
ચિમકી આપી છે. તેવા સમયે સુરત  સહિત ગુજરાતના
સરકારી ડોકટરોએ  પણ પગારના મુદ્દે  ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમ બનાવીને આગામી સોમવારથી
આંદોલન શરૃ કરવાની ચિમકી આપી છે.

<

p class=”12News”>પ્રાપ્ત
વિગત મુજબ સુરત સહિત ગુજરાતના સરકારી ડોકટોરોના વિવિધ એસો.માં ગુજરાત મેડીકલ
ટીચર્સ એસો.
, ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસો.,ડેન્ટલ ટીચર્સ, જી.એમ.ઇ.આર.એસ ફેકલ્ટી એસો., જી.એમ.એસ વગ-ર્ ૨,
મેડીકલ ઓફિસર એન્ડ ઇ.એસ.આઇ.એસ એસો. વગેરેએ  મળીને ગુજરાત ગર્વમેન્ટ ફોરમ બનાવ્યુ છે. આ
તમામ સરકારી ડોકટરોએ  સરકારના સાતમાં વેતન
આયોગના મુદ્દે આવતા સોમવારથી આંદોલન પર જવાની ચિમકી આપી છે. નોધનીય છે કે સરકારના
સાતમાં વેતન આયોગ મુદે પાંચ-છ માસ પહેલા વિવિધ ડોકટરોના એસો. દ્વારા સરકારને  રજુઆત તથા આંદોલન કરાયુ હતુ.  પણ ડોકટરોના પગાર મુદ્દે યોગ્ય નિરાકરણ થયુ ન
હતું. કોરોના કાળમાં સતત રાત-દિવસ દર્દીઓની સારવાર આપનાર ડોકટરો આખરે અકળાયા અને
હવે રોષ સાથે આગામી તા.29મી નવેમ્બર સોમવારથી આંદોલન કરવાના મૂડમાં છે. જેમાં તા.
29મીએ કાળી પટ્ટી પહેરશે
, તા.30મીએ બ્લડ ડોનેશન કેમ્પ,
તા.1લીએ મેડીકલ કોલેજ કેમ્પસમાં રેલી, તા.2જીએ
પ્રતિક ઉપવાસ કમ  ધરણા
, તા.3જીએ ધરણા સાથે રામધુન અને તા.4થીએ કોમન રેલીનું આયોજન કરાશે. એવુ
ડોકટરે કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s