જિલ્લા પંચાયતની સાત સ્કુલોના મકાનો જર્જરિત થતા વિદ્યાર્થીઓ ભણી શકતા નથી

– કુડસદ ગામની સ્કુલમાં ત્રણ ઓરડા છતા વિદ્યાર્થીઓ ભણવા નહીં
જતા ખંડેર થવા લાગ્યાઃ આયોજન વગર ઓરડાનું બાંધકામ કરી દેવાયું

   સુરત

સુરત
જિલ્લા પંચાયતની સ્કુલોમાં જર્જરિત મકાનોના કારણે વિદ્યાર્થીઓ એકબાજુ ભણી શકતા નથી.
તો બીજી બાજુ ઓલપાડના કુડસદ ગામમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ રૃા.૨૫ લાખના ખર્ચે બનાવેલ
ત્રણ ઓરડામાં વિદ્યાર્થીઓ ભણવા નહીં જતા ખંડેર થઇ ગયાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

સુરત જિલ્લા
પંચાયત હસ્તકની સાત સ્કુલોના મકાનો નોન યુઝ જાહેર કર્યા બાદ નવા ઓરડા નહીં બનાવતા માંડ
માંડ ૨૦ મહિના પછી સ્કુલો શરૃ થતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસીને કે બહાર બેસીને ભણવા
મજબુર બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ ફરિયાદ વચ્ચે બીજી એક એવી ફરિયાદ પણ મળી
છે કે સ્કુલોના ઓરડા પુરતા પ્રમાણમાં હોવાછતા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા નહીં જતા આજે
આ ઓરડા ખંડેર થયા છે.

વિગતો
મુજબ ઓલપાડના કુડસદ ગામમાં રૃા.૨૫ લાખના ખર્ચે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ત્રણ રૃમો
બનાવી આપ્યા હતા. આ રૃમો ૨૦૧૩ માં બનાવી આપ્યા પછી આજે સાત વર્ષ થવા છતા
વિદ્યાર્થીઓ ત્યાં નહીં ભણવા જતા વપરાશ વગરના પડી રહેતા આજે ખંડેર થવા લાગ્યા છે.
આથી પ્લાનીંગ વગરનું આયોજન કરીને આટલા બધા રૃપિયા વેડફનારા સામે કાર્યવાહી કરવાની
માંગ ઉઠી છે.

ગામમાં
બીજી જગ્યાએ પણ ઓરડા બનાવ્યા હોવાથી વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે

<

p class=”12News”> આ ખંડેર ઓરડાને લઇને સુરત જિલ્લા પ્રાથમિક
જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા મુજબ ઓલપાડના કુડસદ ગામમાં ઓરડાનો પ્રશ્ન
જ નથી. આ ગામની સ્કુલમાં આ ઓરડા સિવાય અન્ય ઓરડા પણ બનાવ્યા હોવાથી વિદ્યાર્થીઓ
ત્યાં બેસીને ભણે છે. અને  ઓરડાનો ઉપયોગ
નહીં થતા ખંડેર થવા લાગ્યા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s