કોમર્શીયલ કોર્ટ એક્ટમાં સ્થાવર મિલકતોની તકરારનો સમાવેશ કરાયો છે

sસુરત,સુરત

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પ્રસ્થાપિત કરેલા બે ચુકાદા સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યા છેઃ ક્રિમીનલ કેસોમાં 95 ટકા મેડિકલ સાયન્સની જરુર પડે 

વેપારીઓના
ધંધાકીય સુરક્ષા તથા વકીલોમાં કોમર્શિયલ કોર્ટ એક્ટ તથા મેડીકલ એવીડન્સના મુદ્દે
કાનુની જ્ઞાાન વધારવા આજે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા
સુરત વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે સરસાણા ખાતે લીગર સેમીનાર યોજાયો હતો.

ગુજરાત
હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલર મેહુલ શાહે કોમર્શીયલ એક્ટ અંગે જણાવ્યું હતું કે
કોમર્શિયલ તકરાર કોેને ગણવી
?તેની કાનુની વ્યાખ્યા કેવી રીતે આપવી વગેરે બાબત ધ્યાને લઇ કોમર્શિયલ
કોર્ટ એક્ટ તા.3-5-2018 થી અમલમાં લવાયો છે. જેમાં આર્થિક તકરારો
, કરારો તથા કન્ટ્રક્શન, એજન્સી, પાર્ટનરશીપ, સેલ ઓફ ગુડ અને ઈન્ટેલેકચ્યુઅલ
કોન્ટ્રાક્ટનો સમાવેશ છે. વેપાર અને ઉધોગમાં સ્થાવર મિલકતોનો વધુ ઉપયોગ થતો હોવાથી
મોટાભાગની તકરારો સ્થાવર મિલકત બાબતની હોય છે. જેનો કોમર્શિયલ કોર્ટ એક્ટમાં
સમાવેશ કરવામાં આવે કે કેમ
? તે અંગે ઘણાં પ્રશ્નો ઉપસ્થિત
થયા હતા. ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે આ અંગે બે પ્રસ્થાપિત કરેલા ચુકાદાને
સુપ્રિમ કોર્ટે પણ માન્યતા આપી છે. ભવિષ્યમાં થનાર ઉપયોગ માટે નહીં પરંતુ જે દિવસે
દાવો દાખલ થયો હોય તે સમયે પ્રોપર્ટીનો ઉપયોગ રહ્યો હોય તેના કરારને માન્ય રખાયો
હતો. દાવાનો જવાબ રજુ કરવાની સમય મર્યાદા 120 દિવસની તથા કઈ કોર્ટોને કોમર્શિયલ
કોર્ટ તરીકે સ્થાપિત કરવી તેની વિસ્તૃત્ત છણાવટ કરી હતી.

ઈવેલ્યુએશન
ઓફ મેડીકલ એવીડન્સ ઈન લો પ્રેકટીસ અંગે મેડીકો લીગલ એક્સપર્ટ ડૉ.વિનેશ શાહે
જણાવ્યું હતું કે ક્રીમીનલ કેસોમાં 95 ટકા મેડીકલ સાયન્સની જરૃર પડે છે. વકીલોમાં
કાનુની જ્ઞાાન સાથે સાથે  ફોરેન્સિક
મેડીસીન તથા મેડીકોલીગલ વિષયનું જ્ઞાાન પણ જરૃરી છે. તેમણે ફોરેન્સિક મેડીસીન તથા
ફોરેન્સિક સાયન્સ વચ્ચેનો તફાવત તેમણે ઉપસ્થિત વકીલોને તથા વેપારીઓને સમજાવ્યો
હતો. ખાસ કરીને સીકનેસ અને ફીટનેસ સર્ટીફિકેટ
, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેડીકો લીગલ, ઈન્જરી, ડેથ
સર્ટીફિકેટ અને ઈન્ડોર કેસ પેપર્સની કોર્ટ કાર્યવાહીમાં જુદી જુદી જરૃરિયાત પર
તેમણે વિશેષ પ્રકાશ પાડયો હતો.


પ્રસંગે સુરતના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ વી.કે.વ્યાસ
, મુખ્ય જિલ્લા સરકારી
વકીલ નયન સુખડવાલા તથા ધીરુભાઈ ચલિયાવાલા
, ચેમ્બરના પ્રમુખ
આશીષ ગુજરાતી ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s