13 ગુનાનો ઈતિહાસ ધરાવતા હત્યા કેસના આરોપીના વચગાળાના જામીન નકારાયા


સુરત

આરોપી અરૃણ પાટીલે માતાના નિધન બાદ દસક્રિયા વિધિમાં હાજર રહેવા 20 દિવસના વચગાળાના જામીનની માંગ કરી હતી

અલગ
અલગ પોલીસ મથકોમાં 13 થી વધુ ગુનાનો ઈતિહાસ ધરાવતા તથા હાલમાં લિંબાયત પોલીસે
હત્યાના ગુનામાં જેલભેગા કરેલા આરોપીની મૃત્તક માતાની અંતિમ ક્રિયા બાદની વિધીમાં
હાજર રહેવા માટે 20 દિવસના વચગાળાના જામીન માટે કરેલી માંગને આજે એડીશ્નલ સેશન્સ
કોર્ટે નકારી કાઢી છે
.

મૂળ
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની ફરિયાદી વિશાલ કચરુ પીપળે (રે.આશાપુરી
સોસાયટી
, લિંબાયત)તથા
તેના મિત્ર રવિન્દ્ર બબન પાટીલ તથા ભગવાન ઉર્ફે બબન ઝુલાલ મરાઠે સાથે  તા2-6-20.ના રોજ પોતાના ઘર નજીક પાનના ગલ્લે
ઉભા હતા.જે દરમિયાન  આરોપી અરૃણ ઉર્ફે
ડેરીંગ તારાચંદ પાટીલ
,જયેશ ઉર્ફે કાલુ રમેશ પટેલ,કૈલાસ ઉર્ફે બોચરીયા સંજય પોકે વગેરેએ એકસંપ કરીને અમારી સામે શું જુવો છા?
અમે કહીને ચપ્પુ વડે ફરિયાદી તથા તેમના મિત્રો પર જીવલેણ હુમલો કરી
ગંભીર ઈજા પહોંચાડી હતી.જેમાં ગણેશ સાહેબરાવ પાટીલનું મોત નિપજ્યુંહતુ.

જેથી
લિંબાયત પોલીસે હત્યાના પ્રયાસ તથા હત્યાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા આરોપી અરૃણ
પાટીલ સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા
આરોપી અરૃણ પાટીલે પોતાની માતાના અવસાન બાદ દશક્રિયા વિધીમા હાજર રહેવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજસ અશોક
પંચોલીએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર
ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપી વિરુધ્ધ જુદા જુદા પોલીસ મથકમાં 13 જેટલા ગુના
નોધાયા હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની  તથા પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં ગેરહાજર રહેવાની
અને નાસી ભાગી જાય તેવી  સંભાવના
છે.આરોપીના મોટા ભાઈ ઉપરોક્ત વિધી કરી શકે તેમ હોઈ હાલમાં આરોપીની હાજરીની કોઈ
જરૃર નથી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીની વચગાળાના જામીનની માંગને નકારી કાઢી હતી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s