હજીરાની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસની કાર્યવાહી પુર્ણઃ સંભવતઃ 10 ડિસેમ્બરે ચુકાદો



સુરત

રોજે રોજ સુનાવણી તથા સરકારપક્ષે કેસ કાર્યવાહીની માત્ર પાંચ જ મુદતોમાં 26 સાક્ષીઓની જુબાની લેતા કેસનો ઝડપી નિકાલ આવ્યો

હજીરા
વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં
સરકારપક્ષે માત્ર પાંચ જ મુદતોમાં તબક્કાવાર અંદાજે ૨૬ જેટલા સાક્ષીઓની જુબાની
લઈને આજે કેસ કાર્યવાહી પુરી કરતાં પોક્સો કેસોની ખાસ અદાલતે આ કેસનો ચુકાદો
તા.મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.

આજથી
સાતેક મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ જ વર્ષની
બાળકીને તા.30-4-21ના રોજ બદકામના ઈરાદે મૂળ મધ્યપ્રદેશના વતની 27 વર્ષીય આરોપી
સુજીત મુન્નીલાલ સાકેતે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને તેની હત્યા કરી
હતી.જે  અંગે ભોગ બનનારના વાલીએ હજીરા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની ધરપકડ કરી જેલભેગો કરવામાં
આવ્યો છે.

બહુચર્ચિત
એવા સુરતના પેન્ડીંગ પોક્સો કેસોની ઝડપી નિકાલની નેમ સાથે પોક્સો કેસોની ખાસ
અદાલતે રોજે રોજ સુનાવણી હાથ ધરી સ્પીડી ટ્રાયલ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.જેના
પગલે હજીરાની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ
નયન સુખડવાલા કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 સાક્ષીઓ પર પોતાના
કેસનો મદાર રાખ્યો હતો.જો કે આજે સરકારપક્ષે માત્ર પાંચ જ કેસ કાર્યવાહીની
મુદતોમાં કુલ 26 જેટલા સાક્ષીઓની સરતપાસ તથા બચાવપક્ષે ઉલટ તપાસ પુરી કરી લીધી
હતી.ત્યારબાદ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા દલીલોના સ્ટેજ પણ પુરો થતાં કોર્ટે આ
કેસનો સંભવિત ચુકાદો આગામી તા.10મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s