ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાય બિઝનેશ મીટ એન્ડ સેશન: સુરતના ઉદ્યોગકારોને રાજસ્થાનમાં રોકાણ માટે આમંત્રણઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની ખાત્રી

– જાન્યુઆરીમાં યોજાશે પ્રવાસી વેપારી અને ઉદ્યોગકારોનું સંમેલન યોજાશે, 31 નવા ઇન્સ્ટ્રીયલ એરીયા લોન્ચ કર્યા અને ભવિષ્યમાં 41 નવા લોન્ચ કરાશે

સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આજે ‘રાજસ્થાનમાં રોકાણ કરવાની તકો’ ઉપર બિઝનેસ મીટ એન્ડ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
એગ્રીકલ્ચર, માઇનીંગ અને ટુરીઝમ ક્ષેત્ર થકી વિકાસની હરણફાળ ભરનાર રાજસ્થાન હાલમાં દેશમાં ઇકોનોમિક કોન્ટ્રીબ્યુશનમાં આઠમાં ક્રમે છે. રાજસ્થાનની ખાણો સોનુ, ચાંદી, સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, માર્બલ, રોક ફોસ્ફેટ, કોપર અને લિગ્નાઇટનું ઉત્પાદન કરે છે. બિઝનેસ મીટ એન્ડ સેશનમાં હાજર રહેનાર રીકોના સિનીયર ડેપ્યુટી જનરલ અજય પંડયાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં 31 નવા ઇન્ડસ્ટ્રીયલ એરીયા લોન્ચ થયા છે અને ભવિષ્યમાં 41 નવા ઇન્ડસ્ટ્રીયલ એરીયા લોન્ચ થનાર છે. આગામી 24 અને 25 જાન્યુઆરી ર૦રરના રોજ જયપુરમાં યોજાનારા પ્રવાસી વેપારી અને ઉદ્યોગકારો માટેના સંમેલનમાં સુરતના ઉદ્યોગકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં સારી કનેકટીવિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર છે. રાજસ્થાનના પાલી, કોટા, જયપુર, ઉદયપુર, રાજસમદ અને જોધપુરથી ઉદ્યોગકારોને દુબઇ, મસ્કત અને સિંગાપોરની સીધી એર કનેકટીવિટી મળી રહે છે. રાજસ્થાનમાં ભીલવાડા અને પાલી ટેકસટાઇલનું હબ છે. જયારે અલગ-અલગ જિલ્લાઓમાં આઇ.ટી. પાર્ક, એપેરલ પાર્ક, એગ્રીકલ્ચર પાર્ક, માર્બલ/ગ્રેનાઇટ પાર્ક, મેગા ટેકસટાઇલ પાર્ક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાર્ક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ પાર્ક અને મેડીકલ ડિવાઇસિસ પાર્ક વિગેરે ડેવલપ થઇ રહ્યા હોવાથી ઉદ્યોગકારોને રોકાણ માટે રાજસ્થાનમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓથી પણ વાકેફ કર્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s