કરંજની જમીનના લેન્ડ ગ્રેબીંગમાં મૂળ અમરેલીના નરેશ ધગલની ધરપકડ


– વરાછાના કોર્પોરેટર ભરત મોના પર ફાયરીંગ કરાવ્યું હતું

– વરાછા પોલીસમાં આગોતરા જામીન સાથે હાજર : પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ જમીનમાં તબેલો બનાવી કબજો કરી લીધો હતો

સુરત, : સુરતના કરંજની જમીન અંગે નવ માસ અગાઉ નોંધાયેલી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં આગોતરા જામીન સાથે હાજર થયેલા નરેશ ધગલની વરાછા પોલીસે ધરપકડ કરી જામીન મુક્ત કર્યો હતો.નરેશ ધગલે આ જમીનના વિવાદમાં જ એક વર્ષ અગાઉ વરાછાના કોર્પોરેટર ભરત મોના ઉપર ફાયરીંગ કરાવ્યું હતું અને તેની ધરપકડ થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વેડરોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા અને ભાગીદારીમાં રાકેશભાઈ ગોરીયા સાથે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 32 વર્ષીય રાહુલભાઈ રામદેવભાઈ ભાદરકાએ ડિસેમ્બર 2019 માં ખરીદેલી કરંજ રેવન્યુ સર્વે નં. 35 વાળી જમીનને ટાઉન પ્લાનીંગ મુજબ ફાયનલ પ્લોટ નં.93 આપવામાં આવ્યો હતો. કુલ 23693 ચોરસ મીટરની આ જમીન પૈકી ઉત્તર દિશાની અવિભાજ્ય હિસ્સાની 11847 ચોરસ મીટર જમીનમાં આશરે 2500થી 3000 વાર જમીન ઉપર માલાભાઇ દાનાભાઇ ધગલ, તેમના પુત્ર નરેશ, જીણાભાઈ ભગવાનભાઇ ધગલ અને કરશનભાઇ દાનાભાઇ ધગલ ( તમામ રહે. ઘર નં.209,210, જગદીશનગર સોસાયટી વિભાગ 1, વરાછા, સુરત ) એ ઘુસી જઈ પતરાનાં શેડ હતા તેમાં તબેલો બનાવી ઢોર બાંધી દીધા હતા.

કાયદાકીય કાર્યવાહીમાં નરેશ ધગલે પછડાટ ખાધી હતી છતાં કબજો ખાલી કર્યો નહોતો અને ગત જાન્યુઆરી માસમાં રાહુલભાઈ અને તેમના ભાગીદાર તે જમીનમાં આવેલી પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે ચારેયે ત્યાં આવી ધમકી આપી હતી. નરેશ ધગલે આ જમીનના વિવાદમાં જ વર્ષ અગાઉ વરાછાના કોર્પોરેટર ભરત મોના ઉપર ફાયરીંગ કરાવ્યું હતું અને તેની ધરપકડ થઈ હતી.તેથી ગભરાયેલા રાહુલભાઈએ તે સમયે ફરિયાદ કરી નહોતી. જોકે, આ અંગે તેમણે કલેક્ટરને કરેલી અરજીમાં કલેકટરે હુકમ કરતા ગત 13 ફેબ્રુઆરીના રોજ રાહુલભાઈએ ધગલ પરિવારના પિતા-પુત્ર સહિત ચાર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

દરમિયાન, નરેશ માલસુરભાઇ ઉર્ફે માલભાઇ ધગલ ( રહે. બ્લોક નં.93 સર્વે નં.35, તબેલો, જય જગદીશનગર સોસાયટી, લંબે હનુમાન રોડ, જય જગદીશ્વર મંદિર સામે, સુરત. મુળ રહે.નવાગામ જાંબુડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) ગતરોજ તપાસનીશ અધિકારી એસીપી ( એ ડિવિઝન ) સી.કે.પટેલ સમક્ષ આગોતરા જામીન સાથે હાજર થતા એસીપી પટેલે તેની ધરપકડ કરી બાદમાં જામીન મુક્ત કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s