અધ્યાત્મ નગરીમાં પાંચ શૌર્યગાથા અને સંસારચક્રની માયા મન મોહી લેશે


-શૌર્યગાથામાં 60થી વધુ અને સંસારચક્રની ચાર ગતિની કથામાં 32 જેટલા કલાકારો છે જે તમામ સુરતના

સુરત

સુરતના વેસુ ખાતે ૭૫ દીક્ષા મહોત્સવ માટે બનાવવામાં આવેલી અધ્યાત્મ
નગરી સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જૈન-અજૈન દરેક વ્યક્તિએ એકલા અથવા પરિવાર
સાથે આ નગરીની એક મુલાકાત લેવા જેવી છે.  આ
એક મુલાકાત લેવા માટેના બે કારણો છે. એક તો ૭૫-૭૫ દીક્ષાર્થીઓનું સામૂહિક સંયમ પ્રયાણ
અને બીજુ અહીં ચાર અન્ય નગરીનું નિર્માણ થયુ છે. જેની મુલાકાત સૌ માટે જીવનનું કાયમી
સંભારણુ બની રહે તેવી છે.

ત્રાડ પાડતા ચાર સિંહાકૃતિવાળા ભવ્ય પ્રવેશદ્વારમાં
પ્રવેશતાની સાથે જ નવીનતમ સફરની તમને ખુદ અનુભૂતી થવા લાગશે. ચાર નગરીમાં સૌપ્રથમ
જઇએ પ્રસંગ ચિત્રશાળામાં જેમાં ઉજ્જવળ ગુરૃ પરંપરાની ઝાંખી તેમજ હાલની ૭૫ તથા અગાઉ
થયેલી સામૂહિક દીક્ષાની ઝાંખી ફોટો રૃપે જોવા મળશે. તેની બાજુમાં છે
, બાળ સંસ્કાર વાટિકા. જેમાં ૧૦ મીનીટના પપેટ શૉ દ્વારા બાળકોને
મનોરંજન સાથે સંસ્કાર પીરસવામાં આવે છે. તેની બાજુમાં શૌર્યગાથા પ્રદર્શની છે.
જેમાં શૌર્ય ગાથા રજૂ કરતા ૧૦-૧૦ મીનીટનાં પાંચ નાટકો સળંગ બતાવવામાં આવે છે.
જેમાં પહેલી કથા જુના ડીસાનાં જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીની છે. જેમણે તેમની ૬૩
વર્ષની જિંદગીમાં લાખો જીવ બચાવ્યા અને એ જીવદયાના કાર્ય કરતા કરતા તેઓ મૃત્યુ
પામ્યા. ગુજરાતના બારોટોએ અલાદીન ખીલજી સામે આત્મ સમર્પણ કરીને કઇ રીતે શૈત્રુંજય
પર્વતની શાન સાચવી તેની રૃંવાડા ઉભા કરી દે તેવી કથા છે. ત્રીજી જાણીતા કથા બાળવીર
જૈનમની છે. ચોથી કથામાં રાજસ્થાનમાં તિલક માટે જૈનોની કુરબાનીની છે. અને પાંચમી
કથા યશદેવસુરીશ્વરજીના સાહસિક વિહાર અને તેમના માટે જીવ આપી દેવા તૈયાર નવલોહીયા
યુવાનોની છે. આ તમામ નાટકોમાં કામ કરતા કલાકારો સુરતના છે. ૬૦થી વધુ કલાકારો
દ્વારા શાનદાર અભિનય સાથે ભજવણી થઇ રહી છે. દિવસના ૮થી વધુ શો થાય છે. નાટકોમાં
લાઇટીંગ અને સંગીત સાથે દિગ્દર્શકની કલાસૂઝ ઉડીને આંખે વળગે તેવી છે.


છેલ્લે સંસાર ચક્રમાં ૧૫ ખંડમાં અનંતકાળના ભવભ્રમણની કથા કલાકારોના
અભિનય રૃપે જોવા મળશે.  ચાર ગતિની દર્દીભરી
પોકાર જોનારનું હૈયુ હચમચાવી મૂકે તેવી છે. તમે ખરેખર નરકમાં આવી ગયા હોય એવો અહેસાસ
થયા વિના ન રહે. લોભ
, ક્રોધ, ઇર્ષા,
જાતિવેર, હિંસા, અભક્ષ્ય
ભોજન
, સ્ત્રીલંપટ વગેરે માટે કેવી યાતના સહન કરવી પડે એ દર્શાવાયુ
છે. આ સંસારચક્રમાં પણ ૩૨થી વધુ કલાકારો અભિયન કરી રહ્યા છે જે તમામ પણ સુરતના જ છે.
દરેક ખંડમાં ૩-૩ મીનીટની કહાની છે.  શૌર્યગાથા
અને સંસારચક્રમાં કામ કરનારા કલાકારો એસએમસી નાટક સ્પર્ધા
, મુંબઇ
રંગભૂમિ
, ટીવી, ફિલ્મો વગેરે એક્ટીંગક્ષેત્રે
સંકળાયેલા છે તો કોઇ સ્ટડી અને જોબ સાથે શોખ ખાતર પણ એક્ટિંગ કરી રહ્યા છે.

આજે બાળવીર જૈનમની દ્રશ્યાવલિ ભજવાશે

સિંહસત્વોત્સવના બીજા દિવસે અષ્ટપ્રકારી પૂજા, છાબ ભરવાના અવસરે સમગ્ર સુરતની શ્રાવિકા બહેનોએ સાંજીમાં સંયમના
ગીતો ગાયા અને  સાંજે દીક્ષાર્થીઓનો અતિ ભવ્ય
વિદાય સમારંભ ભાગ-૧ યોજાયો હતો. શનિવારે બીજો ભાગ યોજાશે. મહોત્સવના ત્રીજા દિવસે સવારે
ઉપકરણ અને નામકરણની ઉછામણી તથા બપોરે ૨.૩૦ વાગ્યે બાળવીર જૈનમની જીવંત દ્રશ્યાવલિ બાળ
કલાકારો દ્વારા ભજવાશે. સાંજે વિદાય સમારોહ-૨ થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s