સુરત: વીજ કંપનીના 1550 કિલોગ્રામ વાયર ચોરી કેસમાં કંપનીના કર્મચારી સહિત બેની ધરપકડ

સુરત, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર

ડીજીવીસીએલ કંપનીની વરીયાવ નજીક કંટારા ચોકડીથી સેગવા-સ્યાદલા અને સાંધીયર જતી એગ્રીકલ્ચર લાઇનના 25 જેટલા વીજ પોલ તોડી પાડી તસ્કરો 1550 કિલોગ્રામ વજનના એલ્યુમિનીયમના રૂ. 2.84 લાખની વાયર ચોરી પ્રકરણમાં ડીજીવીસીએલના કર્મચારી સહિત બે ની ધરપકડ કરી છે.

ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ) ની વરીયાવ ગામ નજીક કંટારા ચોકડીથી સેગવા સ્યાદલા જતા રોડ પર દેલાડ સુધીની વીજ લાઇન, કંટારા ચોકડીથી સાંધીયર ગામ જતા રોડની એગ્રીકલ્ચર વીજ લાઇનના 99 પૈકી 25 જેટલા સિમેન્ટના થાંભલા તોડી પાડી વીજ પોલ ઉપરના ફેબ્રિકેશન, અર્થીગ અને તાણીયાને તોડી પાડી અંદાજે 10.50 કિલોમીટર સુધીના અંદાજે 1550 કિલોગ્રામ વજનના એલ્યુમિનીયમ વાયર કિંમત રૂ. 2.84 લાખની મત્તાના ચોરી ગયા હતા. 

આ ઘટનામાં જહાંગીરપુરા પોલીસે તપાસ અંતર્ગત પખવાડિયા અગાઉ ભેંસાણ ચોકડી નજીક ઓએનજીસી રોડ પર કિશોર પટેલના ખેતરમાં ભંગારનું ગોડાઉન ધરાવતા અને ત્યાં જ રહેતા સુદીન સુલમા ખાન (ઉ.વ. 40 મૂળ રહે. સાતવાડ મહોલ્લો, તા. નગર, જિ. ભરતપુર, રાજસ્થાન) ને ઝડપી પાડી રૂ. 69 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

સુદીનની પૂછપરછના આધારે પોલીસે રાજુ મઠાભાઇ કોળી (ઉ.વ. 35 રહે. દામકા ગામ કોમ્યુનિટી હોલ પાસે, તા. ચોર્યાસી અને મૂળ. વેઠ ફળીયું, માંડવ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ) અને વિઠ્ઠલ અમરાભાઇ નાયકા (ઉ.વ. 35 રહે. દામકા ગામ કોમ્યુનિટી હોલ પાસે, તા. ચોર્યાસી, જિ. સુરત) ને ઝડપી પાડયા છે. પોલીસ પૂછપરછમાં રાજુ ડીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતો હોવાની કબૂલાત કરતા તે અંગે ખાત્રી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s