વેસુમાં યુવાને ફાંસો ખાતા પહેલા ફોટા પાડીને પરિવારને વ્હોટ્સએપ કર્યા

 

– સુરતમાં આપઘાતના છ બનાવ

– બીજી ઘટનામાં વેડરોડના 19 વર્ષના યુવાને સ્યુસાઇડ નોટમાં
લખ્યું
હું
ડિપ્રેશનમાં છું
, મારા મરવાનું કારણ મારા મનમાં જ રહી જશે

 સુરત 

સુરતમાં
આપઘાતના બનાવો રોકાવાનું નામ નથી લેતા. શહેરમાં વિવિધ કારણોસર છ જણાએ મોતને વ્હાલુ
કર્યુ હોવાનીઘટના વિવિધ પોલીસ મથકે નોંધાઇ છે. વેસુના યુવાને ફાંસો ખાતા પહેલા પરિવારનો
ફોટો વ્હોટ્સએપ કર્યા હતા. જ્યારે વેડરોડ પર યુવાને સ્યુસાઇટ નોટમાં લખ્યું હતું કે
, હું ડિપ્રેશનમાં છું,
મરવાનું કારણ મારા મનમાં રહી જશે.

મુળ
બિહારનો વતની અને હાલમાં વેસુમાં રતનવિલા એપાર્ટમેન્ટમાં ઘરઘાટી તરીકે રહેતો ૨૩
વર્ષીય રાહુલ લોકિત ચોપાલે આજે સવારે ઘરમાં પુલઅપ્સના સ્ટેન્ડ સાથે ચાદર બાંધી
ફાંસો ખાઇ લીધો. પોલીસે કહ્યુ કે રાહુલના લગ્ન છ માસ પહેલા થયા હતા. તેણે ગત
રાતે  ફોન પર પરિવાર સાથે વાત કરી હતી.
બાદમાં તે માનસિક તાણ અનુભવતો હોવાથી તેણે ફાંસો 
ખાવા અંગેના ફોટા પાડીને  વોટ્સએપ
કર્યા હતા. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતુ.

જ્યારે
વેડ રોડ પર કુબેર પાર્ક સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય શિવમ જગદીશ નાગેકરે આજે સવારે
ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.  પોલીસે જણાવ્યુ કે તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યુ
હતુ કે હું ડિપ્રેશનમાં છું
,
મારા મરવાનું કારણ મારા મનમાં રહી જશે. તેના પિતા સ્મીમેર
હોસ્પિટલમાં નોકરી કરે છે. તે હીરાનું કામ કરતો હતો.

 

બે વાર
આપઘાતનો પ્રયાસ કરનાર અડાજણની મહિલાએ ૭માં માળેથી ઝંપલાવ્યું

અડાજણમાં
વેસ્ટર્ન  સિટીમાં રહેતા ૫૨ વર્ષીય
જ્યોતીબાલા સત્યપ્રસાદ જોષીએ આજે બપોરે એપાર્ટમેન્ટના સાતમા  માળે ધાબા ઉપરથી નીચે છલાંગ મારીને આપઘાત કર્યો
હતો. પોલીસે કહ્યુ કે તે છેલ્લા ૧૨ વર્ષથી ડિપ્રેશનની બિમારીથી પીડાતો હોવાથી દવા
ચાલતી હતી.  તેણે અગાઉ પણ એક કે બે વખત
આપઘાતનો  પ્રયાસ કર્યો  હતો. 
બિમારીથી કટાંળી ગયા હોવાથી મારે મરી જવું છે. એવુ કહેતા હતા.  તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
તેમના પતિ સિમેન્ટ કંપનીમાં પ્રોસેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. 

 

ઓડિશાના યુવાને
અમરોલીમાં ટ્રેન સામે પડતું મુકયું

અશ્વનીકુમાર
રોડ પર બિનોદચન્દ્ર રમેશચન્દ્ર સેઠીએ ગત સાંજે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસે
ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો હતો. તે મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો. તેણે
પરિવાર સાથે મોબાઇલ પર  વાતચિત કર્યા બાદ
માનસિક તકલીફમાં આ આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. તે એમ્બ્રોઇડરીમાં કામ કરતો
હતો.

 

સિલાઇકામ કરતા
પ.બંગાળના યુવાનો ફાંસો ખાઇ લીધો

મુળ
પશ્વિમ બંગાળના હાવડાનો વતની અને હાલમાં પુણાગામમાં માતૃશક્તિ સોસાયટીમાં  સિલાઇકામ કરતો અને ત્યાં રહેતો ૨૭ વર્ષીય
અબ્દુલ આહદ કાદિર શેખે ગત તા.૨૪મી વહેલી સવારે 
ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.

 

વરાછામાં
આઇસ્ક્રીમ વિક્રેતા યુવાને શોપમાં ફાંસો ખાધો

<

p class=”12News”>વરાછાના
ત્રિકમનગર નજીક શ્રીજી નિવાસ સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષીય ચંદ્રવીરસિંહ ઓમપ્રકાશ
ચૌધરી વરાછામાં ઉમીયાધામ મંદિપ પાસે ગોપ નિવાસ બિલ્ડીંગમાં ભાંડેથી આઇસ્ક્રીમ  સહિતન ી વસ્તુઓ  બનાવતો અને 
વેચાણ કરવા માટે  દુકાન ધરાવતો હતો.
બુધવારે રાતે દુકાનમાં કોઇ કારણસર છતના હુક સાથે વાયર બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
તે મુળ ઉતરપ્રદેશના મથુરાનો વતની હતો. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s