જર્જરીત થયેલી 6 સ્કૂલોના નવા રૃમ નહી બનતા વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણે છે

– સાત ગામોની સ્કૂલોને નોન-યુઝ જાહેર કરાયા બાદ સરકારે ગ્રાન્ટ
ફાળવી નથીઃ મોડલ સ્કૂલોને બદલે ખખડધજ સ્કૂલોની પહેલા મરામત કરાવો

         સુરત

સરકારી
સ્કુલોને પણ હાઇટેક
,
મોડલ બનાવવાની થઇ રહેલી વાતો વચ્ચે સુરત જિલ્લા પંચાયત હસ્તકની સાત સ્કુલો
એવી છે કે જેના મકાનો ૧૦૦ વર્ષ જુના છે. અને સરકારે નોન યુઝ જાહેર કરી દેતા જર્જરિત
હાલતમાં પડયા છે કયાં તો તોડી પડાયા છે. આવી હાલત વચ્ચે સરકારે ગ્રાન્ટ જ નહીં ફાળવતા
હાલમાં સ્કુલો શરૃ થતા વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણી રહ્યા હોવાની ફરિયાદો સ્થાનિકોમાંથી
ઉઠી છે.

કોરોનાની
મહામારી વચ્ચે ધોરણ ૧ થી ૫ ની સ્કુલો પણ ૨૦ મહિના પછી શરૃ થઇ ચૂકી છે. જેમાં
સરકારી
, જિલ્લા
પંચાયતની સ્કુલોનો પણ સમાવેશ થાય છે. આ સ્કુલો શરૃ થતા સુરત જિલ્લા પંચાયત સંચાલિત
પલસાણા
, ચોર્યાસી, કામરેજ, ઉમરપાડા અને ઓલપાડમાં આવેલી સાત સ્કુલોના મકાનો એવા ખખડધજ થઇ ગયા હોવાથી
કયા તો તોડી પડાયા છે. અને કેટલાક જર્જરિત હાલતમાં ઉભા છે. આવી સ્થિતિ વચ્ચે આ
સ્કુલો ના મકાનો બંધ હોવાથી સ્કુલો શરૃ થઇ જતા વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાએ કયાં
તો ખુલ્લામાં બેસાડીને ભણાવી રહ્યા છે.

આ અંગે
થયેલી ફરિયાદ મુજબ આ સાત ગામની પ્રાથમિક શાળાના મકાનને જર્જરિત સ્કુલોનો રિપોર્ટ
કરી બિલ્ડીંગ નોન યુઝ જાહેર કરી દેવાતા વિદ્યાર્થીઓ અંદર ભણતા નથી. આ જર્જરિત
સ્કુલોના મકાનો ૧૦૦ વર્ષ જેટલા જુના છે. એટલે કેટલીક સ્કુલોનો કાટમાળ ઉતારી લેવાયો
છે. પણ નવા ઓરડા નહીં બંધાતા આ છ સ્કુલોના વિદ્યાર્થીઓ હાલ બહાર બેસીને ભણવા માટે
મજબુર બન્યા છે. આથી રાજય સરકાર મોડલ સ્કુલો બનાવવાના સ્વપ્ન બતાડવાનું બંધ કરીને
હાલ જે ખખડધજ સ્કુલો છે. તેના નવા મકાન બનાવીને વિદ્યાર્થીઓને ભણાવવાની વ્યવસ્થા
કરે તો વિદ્યાર્થીઓ ભણી શકે તેમ છે.


સ્કુલોના નવા ઓરડા બને તે માટે સર્વ શિક્ષા અભિયાનમાંથી ગ્રાન્ટ લવાશે


ફરિયાદને લઇને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા મુજબ આ છ
સ્કુલોના મકાનો જર્જરિત થતા તોડી પડાયા છે કયાં તો વિદ્યાર્થીઓને અંદર બેસવા
દેવાતા નથી. હાલ આ સ્કુલોના વિદ્યાર્થીઓને સ્થાનિક કમિટી દ્વારા બેસાડવાની વ્યવસ્થા
કરવા જણાવ્યુ છે. સાથે જ આ સ્કુલોના નવા ઓરડા માટે સર્વ શિક્ષા અભિયાનમાંથી
ગ્રાન્ટ ફાળવાય તેવા પ્રયાસો શરૃ કર્યા છે.

પ્રાથમિક શાળા       તાલુકો કેટલા
વર્ષ જુનું મકાન

ગાંગપુર પલસાણા     ૪૯

હરીપુરા  પલસાણા     ૬૨

કપલેથા  ચોર્યાસી     ૧૦૧

ભરથાણા-કોસાડ     ચોર્યાસી        ૩૬

કુવાદ    ઓલપાડ     ૯૦

ઉમરખાડી ઉમરપાડા    ૫૭

કોસમાડા  કામરેજ      ૮૪

<

p class=”MsoNormal”>aaa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s