ખાનગીકરણના વિરોધમાં સુરતના બેંક કર્મચારીઓ 7 ડિસેમ્બરે ધરણા પ્રદર્શન કરશે

– ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા સરકારના પગલાંનો વિરોધ કરવામાં આવશેઃ 29 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી અલગ-અલગ શહેરમાં પ્રદર્શન કરાશે

સુરત
કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં સરકારી બેંકના ખાનગીકરણનો ખરડો લાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બેંકના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં 29 નવેમ્બરથી લઇ 7 ડિસેમ્બર સુધી રાજયના અલગ-અલગ શહેરમાં ધરણા પ્રદર્શન કરશે. જે અંતર્ગત સુરતમાં 7 ડિસેમ્બરના રોજ પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવશે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે સરકારે બજેટમાં બે બેંક અને વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનું નક્કી કર્યુ છે. બેંકોના ખાનગીકરણ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી છે. કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અને બેંકિંગ કંપનીઝમાં સુધારો કરવા માટે જઇ રહી છે. બેંક પાસેથી ધિરાણ લીધા બાદ ભરપાઇ નહીં કરનાર મોટા ઉદ્યોગગૃહોને સરકાર ધિરાણની રકમ ચૂકવણીમાં રાહત આપી રહી છે. તેવા સંજોગોમાં ખાનગીકરણ થકી બેંકનો કારોબાર ઉદ્યોગગૃહોને સોંપાવાથી દેશમાં આર્થિક ક્ષેત્રે મોટી હાલાકી ઉભી થશે. સરકાર દ્વારા વર્ષ 1991 થી ખાનગી બેંકોને લાયસન્સ આપવાની શરૂઆત કરી હતી પરંતુ મોટા ભાગની બેંકો પોતાનું અસ્તિત્વ ગુમાવી ચુકી છે. જેથી ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોને પારાવાર મુશુકેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ વર્ષે અંદાજે 1 લાખ જેટલી ભરતી થાય છે તે પણ બંધ થઇ જશે જેથી બેરોજગારી પણ વધશે અને અનામત પ્રથા પણ નાબુદ થશે. જેથી બેંક કર્મચારીઓ સરકારના ખાનગીકરના નિર્ણયનો વિરોધમાં 29 નવેમ્બરથી લઇ 4 ડિસેમ્બર સુધી રાજયના અલગ-અલગ શહેરોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.. જે અંતર્ગત સુરતમાં 7 ડિસેમ્બરે બેંકના કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s