કાર્યકરો ભૂલો કરે છે પણ લોકો તે માફ કરીને નરેન્દ્ર મોદીને જોઇને ભાજપને મત આપે છે-

– સુરતના કાર્યકરોએ અભુતપૂર્વ કાર્યક્રમ કરીને 2022 ની વિધાનસભા ચૂંટણી
પહેલા ગુજરાતના લોકોને મેસેજ આપી દીધો છે
:પાટીલ

    સુરત

ભાજપના
કાર્યકર તરીકે નાની મોટી ભૂલ કરતા હોઇએ
, પરંતુ એ ભુલોને માફ કરીને મતદારો, લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ જોઇને આપણને મત આપે છે.  આજે સુરતના અભુતપૂર્વ કાર્યક્રમ ઉપર આખું
ગુજરાત મીંટ માંડીને બેઠું હતું.  સુરતના
કાર્યકરોએ ડિસેમ્બર-
2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી
પહેલા આ સ્નેહમિલન કાર્યક્રમ કરીને ગુજરાતના લોકોને એક મેસેજ આપી દીધો છે એમ
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને પાનો ચડાવતા જણાવ્યું હતું.

સ્નેહમિલનમાં
સી.આર.પાટીલે કહયુ  હતુ કે
2022 ના ડિસેમ્બરમાં ચૂંટણી
પહેલા સુરતના કાર્યકરોએ ગુજરાતના તમામ લોકોને આજે એક મેસેજ આપી દીધો છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ૨૦૦૨ થી જે અશ્વમેઘ યજ્ઞા શરૃ કર્યો હતો. તે આખા દેશમાં ફરી રહ્યો છે.
આખા દેશમાં કોઇ પાર્ટીની તાકાત નથી કે રોકી શકે. કેમકે આ અશ્વની રક્ષા કાર્યકરોરૃપી
સૈનિકો કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોને લોકોનું સર્મથન છે. એનું મુખ્ય કારણ વડાપ્રધાન
છે. લોકોને તેમના પર ખૂબ વિશ્વાસ છે. એમની પાસે જે અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા ભાજપના
કાર્યકરો તત્પર છે.

 ભાજપના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો જે
વિજય થયો છે. એમાં મહત્વપૂર્ણ ફાળો વડાપ્રધાનનો છે. ભાજપના કાર્યકર તરીકે નાની
મોટી ભૂલ કરતા હોઇએ પરંતુ એ ભૂલોને ભુલીને
,
માફ કરીને લોકો નરેન્દ્ર મોદી સાહેબને જોઇને આપણને મત આપે છે. સ્નેહ
મિલન કાર્યક્રમ જે રીતે અભૂતપૂર્વ રૃપ આપ્યુ છે. તે આખુ ગુજરાત મીટ માંડીને જોઇ
રહ્યુ છે. સુરતના કાર્યકર્તાઓની આ તાકાત આખું ગુજરાત પણ જોઇ રહ્યું છે. ગુજરાતમાં
આખા રાજયના તમામ જિલ્લાઓ
, તમામ તાલુકાઓ તમામ ગામડાના લોકો
રહે છે. એનો મતલબ એ કે આજે તાકાત છે તે આખા રાજયની તાકાત છે.

કેન્દ્રીયમંત્રી
દર્શના જરદોશે જણાવ્યું હતું કે
,
આખા દેશના તમામ મંત્રાલયોને ભેગા કરીને ગતિ શકિત લોન્ચ કરીને
એકબીજાના સમર્થનથી વિકાસ કરી રહ્યા છે. ગ્લોબલ માર્કેટ એટલે કે દુનિયાની અંદર
ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સબળ નેતુત્વ પુરુ પાડી રહ્યા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s