PMEGP સ્કીમ માટે અરજીઓ છેલ્લાં દોઢેક વર્ષથી સ્વીકારવામાં આવતી નથી

-ગાંધીનગરમાં એમએસએમઇ સેકટર મુદ્દે બેંકો સાથે યોજાયેલી
રિવ્યું મિટિંગમાં રજૂઆતઃ
15 દિવસમાં નિકાલની મુખ્યમંત્રીએ ખાતરી આપી

સુરત,         

કેન્દ્ર
સરકાર દ્વારા પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પીએમઇજીપી) સ્કીમ
અંતર્ગત ઉદ્યોગ સાહસિકો દ્વા૨ા સંબંધિત વિભાગમાં અરજી કરવામાં આવી છે. પરંતુ
છેલ્લાં દોઢેક વર્ષથી અરજી સ્વીકારવામાં આવતી નથી
, એવી ગાંધીનગરમાં મળેલી
મુખ્યમંત્રીની રિવ્યૂ મીટિંગમાં રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું. સુરતના
ઉદ્યોગસાહસિકોની
4000થી વધુ ફાઇલો પેન્ડિંગ છે.

નાના
ઉદ્યોગકારો અને એસએમએસ સેકટરને બેન્કો તરફથી પડતી મુશ્કેલીઓ અંગે ચેમ્બર ઓફ
કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું હતુ કે બેંકોની રેટિંગ સિસ્ટમ
એકસમાન નહીં હોવાને કારણે ઉદ્યોગકારોને ખૂબ જ નુકસાન જાય છે. ખરેખર તો બધી બેંકોની
એક જ રેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. આરબીઆઇ નોટિફિકેશન પ્રસિધ્ધ કરે છે તે બેન્કોના
હિતમાં હોયતો તાત્કાલિક અમલ થાય છે પણ ગ્રાહકો-ઉદ્યોગકારોના હિતની વાત હોય તો બે
થી ત્રણ મહિના રોકી રાખવામાં આવે છે.

રિવ્યૂ
મિટિંગમાં પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પીએમઇજીપી) સ્કીમ
માટેની અ૨જીઓ સ્વીકારી મંજૂ૨ ક૨વા રજૂઆત હતી. અ૨જીઓ તો સ્વીકા૨વામાં આવતી જ નથી એમ
પણ જણાવાયું હતું. જૂની અ૨જીઓમાં પણ કોઈ સુધા૨ા કે ચેન્જીસ ક૨વાની મંજૂરી વિભાગ
ત૨ફથી અપાતી નથી. સુરતના ઉદ્યોગ સાહસિકોની આશરે
4 હજારથી વધુ ફાઇલો પેન્ડીંગ છે એવી રજૂઆત
ઓપન ફોરમ દરમિયાન મુકી જણાવાયું હતું કે
, સુરત શહેરના ઉદ્યોગ
સાહસિકો વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયામાં ઝંપલાવી દેશનું એકસપોર્ટ વધે તે
દિશામાં પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં એમએસએમઇ સેકટ૨
ઉપ૨ ઘ્યાન કેન્દ્રિત ક૨વા માટે બેંકો સાથે રિવ્યૂ મિટીંગ મળી હતી. રજૂઆત સાંભળ્યા
પછી મુખ્યમંત્રીએ આ સમસ્યાનું
15 દિવસમાં નિરાકરણ લાવવાની તથા પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન
પ્રોગ્રામ સ્કીમ અંતર્ગતની સુરતની એપ્લીકેશનને ફરીથી અપલોડ કરાવી ટૂંક સમયમાં તે
અંગે કાર્યવાહી કરવાની પણ બાયધરી આપી હતી

<

p class=”12News” style=”text-indent:0;”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s