સુરત શહેર-જિલ્લાના ધો-1 થી 5 ના વર્ગોમાં 50 ટકા જ હાજરી

– ઢોલ-નગારા
વગાડી કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
: અન્ય વર્ગો પણ શરૃ થતા
વાલીઓની દોડધામ વધી

       સુરત

દિવાળી
વેકેશન પૂર્ણ થવાની સાથે જ આજથી સ્કુલો શરૃ થતા ધોરણ ૧ થી ૫ ના વર્ગો પણ શરૃ થતા
સુરત શહેર અને જિલ્લામાં ૨૦૦૦ થી વધુ સ્કુલોમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે
શૈક્ષણિક કાર્ય શરૃ થયુ હતુ. આજથી ધોરણ ૧ થી ૧૨ ના વર્ગો અને કોલેજો પણ શરૃ થઇ જતા
વાલીઓની લેફટરાઇટ શરૃ થઇ ગઇ છે.

રાજય
સરકાર દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થવાની સાથે જ આજથી જે સ્કુલો શરૃ થવાની હતી.
તેમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગો પણ શરૃ કરી દેવાની મંજુરી આપી દેવાઇ હતી. જેના પગલે
આજે ૨૦ મહિના બાદ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ સ્કુલના પગથિયા ચઢયા હતા. અને નવા
ટીચરોને જોઇને ભાવવિભોર બન્યા હતા. સુરત જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ આજે
ધોરણ ૧ થી ૫ ના જે વર્ગો શરૃ કરાયા હતા. તેમાં ૨૦૦૦ થી વધુ સ્કુલોમાં ૫૦ ટકા હાજરી
નોંધાઇ હતી. આજે સુરત શહેરની ઘણી સ્કુલોમાં વિદ્યાર્થીઓને કુમકુમથી તો ઢોલ નગારાથી
સ્વાગત કરાયુ હતુ.

<

p class=”12News”>આમ આજથી
ધોરણ ૧ થી ૧૨ અને કોલેજો પણ શરૃ થઇ જતા વાલીઓની દોડધામ વધી ગઇ છે. તો બીજીતરફ
કેટલાક વિદ્યાર્થીઓ પાસે સ્કુલ યુનિફોર્મ નહીં હોવાથી સ્કુલોએ જવાના બદલે ઘરે
બેસીને ઓનલાઇન શિક્ષણકાર્ય કર્યુ હતુ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s