સુરતની 495 ગ્રામ પંચાયતના 493 સરપંચો, 4272 સભ્યો માટે ચૂંટણી

– 19 મી ડિસેમ્બરે ચૂંટણી યોજવા જાહેરાત સાથે સરપંચ બનવા દાવેદારો દ્વારા
તડજોડ શરૃ

   સુરત

ગામડામાં
ચાલી રહેલા રાજકરણ વચ્ચે ગ્રામજનો જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. તે સુરત
જિલ્લાની ૪૯૫ ગ્રામ પંચાયતના ૪૯૩ સરપંચો અને ૪૨૭૨ વોર્ડના સભ્યોની આગામી ૧૯ મી
ડિસેમ્બરે ચૂંટણી જાહેર કરતા જ ગામડામાં સરપંચ બનવાને લઇને તડજોડ શરૃ થઇ ગયા છે.
કેટલી ગ્રામ પંચાયત સમરસ થશે તે પણ એક પ્રશ્ન છે
?

રાજય
ચૂંટણી પંચ દ્વારા આજે રાજય ભરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરાઇ હતી. જેમાં
આગામી ૨૯ મી નવેમ્બરથી જાહેરનામું પ્રસિદ્વ થવાની સાથે જ ફોર્મ વિતરણ શરૃ થઇ જશે.
અને ૪ ફેબુ્રઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હશે. ત્યારબાદ આગામી ૧૯ મી ડિસેમ્બરના
રોજ ચૂંટણી યોજાશે. જેમાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી
શકાશે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. આજે કાર્યક્રમ બહાર પાડતા જ સુરત જિલ્લાનાી
ચૂંટણીમાં ૪૯૩ સરપંચ અને ૪૨૭૨ વોર્ડના સભ્યોનુ ૯
,૧૪,૪૮૫ મતદાતાઓ ભાવી
નક્કી કરશે.

સુરત જિલ્લામાં
કુલ હોદ્દા
, મતદારોની વિગત

સરપંચ      ૪૯૩

વોર્ડના સભ્યો ૪૨૭૨

મતદાન મથક ૧૦૮૪

મતપેટી    ૨૬૧૭

કુલ સ્ટાફ   ૮૦૫૦

પુરુષ મતદાર ૪,૬૩,૭૧૪

સ્ત્રી મતદાર ૪,૫૦,૭૬૨

અન્ય          ૯

કુલ મતદાર ૯,૧૪,૪૮૫

ગ્રામ
પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

ચૂટણીનું જાહેરનામુ        ૨૯.૧૧.૨૦૨૧

ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ    ૪.૧૨.૨૦૨૧

ઉમેદવારી ચકાસણી કરવાની તારીખ        ૬.૧૨.૨૦૨૧

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ   ૭.૧૨.૨૦૨૧

મતદાનની તારીખ         ૧૯.૧૨.૨૦૨૧

પુનઃ મતદાનની તારીખ   ૨૦.૧૨.૨૦૨૧

મતગણતરીની તારીખ     ૨૧.૧૨.૨૦૨૧

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s