સાપુતારાની તળેટીની સ્કૂલમાં પહેલા જ દિવસે ધો-11 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

-સંતોકબા વિદ્યામંદિરના ભોજનખંડમાં લટકતો મૃતદેહ મળ્યોઃ સવારે
પ્રાર્થનામાં પણ હાજરી આપી હતી

-ગુંદવળ ગામથી રવિવારે જ આવ્યો હતો

-આપઘાતના
કારણ અંગે તપાસ જારી

વાંસદા

સાપુતારા
તળેટી વિસ્તારમાં આવેલ સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ
અગમ્ય કારણસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

મળતી
માહિતી મુજબ સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલ પ્રયોશા પ્રતિાન સંચાલિત  સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધોરણ ૧૧ વિજ્ઞાાન
પ્રવાહ માં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી ઉદય ચંદરભાઈ વાઘમારે (ઉ.વ ૧૬)ની ગળે
ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા શાળા પરિસરમાં વિદ્યાર્થી આલમ સહિત વાલી મંડળમાં
સનસનાટી મચી જવા પામી હતી . આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ડાંગ જિલ્લામાં ગુંદવહળ
ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. તે 
દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયેલ હોય રવિવારે સાંજે સંતોકબા ધોળકિયા
વિદ્યામંદિરમાં આવ્યો હતો.

<

p class=”12News”>સોમવારે
સવારે ૭.૩૦ વાગ્યા સુધી પ્રાર્થનામાં હાજરી આપી હતી
, ત્યારબાદ સૌ મિત્રો નાસ્તો કરવા નીકળી ગયા
હતા .ત્યાં ઉદયવાઘમારે ન આવતા ગૃહપતિએ શોધખોળ કરતા સંકુલમાં આવેલ જુના ભોજનખંડમાં શાલ
વડે ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યો હતો. 
બનાવ અંગે  શાળા સંચાલકોએ સાપુતારા પોલીસ
ને જાણ કરતા સાપુતારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ પી.એચ.મકવાણા સ્ટાફ સાથે તત્કાતિક
ઘટના સ્થળે દોડી જઇ મૃતક ની લાશનું પંચનામું કરી પી.એમ.અર્થે સામગહાન સી.એચ.સી. ખાતે
ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s