પાંડેસરામાં પેટ્રોલ ભરાવીને પંપની બહાર નીકળતા જ વેન ભડકે બળી

– ચાલકે
વેન સાઇડમાં પાર્ક કરી અને ઉતરી ગયો
: પેટ્રોલ પંપ પર આગની  ઘટનાને પગલે
અફડાતફડી

        સુરત :

પાંડેસરામાં
વડોદ ગામે  આવેલા પેટ્રોલ પંપ ઉપરથી વેનમાં
પેટ્રોલ ભરાવીને બહાર નીકળ્યા બાદ અચાનક આગ ફાટી નીકળતા પેટ્રોલ પંપના કર્મચારી
સહિતના લોકોમાં અફડાફડી મચી ગઈ હતી.

ફાયર
વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં રહેતા અને કલર કોન્ટ્રાકટર
ઇન્દ્રવદનભાઇ શાહે આજે સવારે ભેસ્તાન ખાતે વાનમાં કારીગરોને લેવા નીકળ્યા હતા. તે
પહેલા વાનમાં સી.એન.જી. પંપ પર ગેસ પુરાવ્યો હતો. બાદમાં તેઓ  પાંડેસરાના વડોદગામમાં તિરૃપતિ સર્કલ નજીક
આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ગયા હતા. વેનમાં પેટ્રોલ ભરાવીને બહાર જવા
નીકળ્યા હતા. તેસમયે વેનમાં અચાનક આગ ભડકી ઉઠતા ઇન્દ્રવદનભાઇ વેન સાઇડમાં પાર્ક કરીને
તરત નીચે ઉતરી ગયા હતા.જેથી પેટ્રોલ પંપના કર્મચારીએ તરત ફાયર બુજાવવાનાં સિલિન્ડર
લઇને દોડીને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે  ફાયરના જવાનો જાણ થતા તરત ઘટના સ્થળે પહોંચી
થોડા સમયમાં આગ બુજાવી હતી.  વેનમાં વાયરિંગમાં
શોર્ટ સકટ થવાના લીધે આગ ભડકી ઉઠી હતી. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું
ફાયર સુત્રોએ કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s