કાર ડિવાઈડર કૂદીને ટેન્કરમાં ભટકાતા ત્રણના કારમાં જ મોત


નવસારીના ધોળીપીપળા પાસે ગોઝારો અકસ્માત

સામેના ટ્રેક પર દૂધના ટેન્કરમાં ભટકાયા બાદ અર્ટીગા કારનો ભુક્કો

મૃતકો વલસાડ-નવસારીના

નવસારી

નવસારી
નજીક ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે અર્ટીગા કારના ડ્રાઈવરે કાર ડિવાઈડર કૂદાવી સામેના
ટ્રેક ઉપર સુમુલ ડેરીના દૂધના ટેન્કર સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં
કારમાં સવાર ત્રણેય યુવાનોના ઘટના સ્થળે કારમાં જ મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.
અકસ્માતમાં કારનો કચ્ચરઘાળ નીકળી ગયો હતો.


પ્રાપ્ત
વિગત મુજબ આજે સવારે ૯-૩૦ વાગ્યે સુમુલ ડેરીના દૂધ ભરવાનું ટેન્કર
(નં.જીજે-૧૯-એક્સ-૨૮૭૧)નો ડ્રાઈવર સુરજ શ્યામનારાયણ યાદવ (રહે.સુમુલ ડેરી
, અશ્વીનીકુમાર રોડ,સુરત) તેના ક્લિીનર રાજેશ સાથે ટેન્કરનો ક્લચ રીપેરીંગ કરાવવા માટે નવસારીના
ગણેશ સિસોદ્રા ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન નવસારી નજીક ધોળાપીપળા ઓવરબ્રિજ
ને.હા.નં.૪૮ ઉપર સામેના ટ્રેક મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપરથી પૂરપાટ ઝડપે આવતી
અર્ટીગા કાર (નં.ડીએન-૦૯-જે-૨૦૭૫)ના ડ્રાઈવર અજય અરવિંદભાઈ પટેલે કાર પરથી કાબૂ
ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક ઉપરથી પસાર થતાં સુમુલ ડેરીના ટેન્કર
સાથે સામસામે ધડાકાભેર અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ડ્રાઈવર
અજય પટેલ તથા તેની સાથે કારમાં સવાર મિત્રો આયુષ ભરતભાઈ પટેલ (બંન્ને રહે.નવેરાગામ
વલસાડ) તથા મયુર નીતીનભાઈ પટેલ (રહે.રાનકુવા
, તા.ચીખલી,જી.નવસારી) ત્રણેયના શરીરે હાથ-પગ માથાના અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા
લોહીલુહાણ હાલતમાં કારમાં જ કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર
ટ્રાફિકજામ સર્જાયો હતો.


આ બનાવ
અંગે ટેન્કરના ડ્રાઈવર સુરજ શ્યામનારાયણ યાદવે-રૃરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ જીવલેણ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતા
વેસ્મા પીએસઆઈ પ્રકાશકુમાર પાટીલ અને ટીમ ઘટના સ્થળે ધસી જઈ ટ્રાફિક પૂર્વવત
બનાવ્યો હતો. અને મૃતક ત્રણેય યુવાન મિત્રોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ
પીઆઈ એમ.પી. પટેલ કરી રહ્યાં છે.

<

p class=”12News0″> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s